Site icon Revoi.in

શિક્ષકની ભરતીમાં ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરાયેલા બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીને મંત્રીપદથી હટાવાયા

Social Share

કોલકાતાઃ- છેલ્લા ઘણા દિવસોથી પશ્વિમબંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સમાચારોમાં છવાયેલા છે શિક્ષકની ભરતી મામલે તેઓ વિવાદમાં સપડાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સહીત તેમના નજીકના સંબંધી અર્પિતા મુખર્જીના ઘરે ઈડી દ્રારા દરોડા પાડતા 50 કરોડથી વધુની રોકડ રકમ અને કેટલાક કિલો સોનું મળી આવ્યું હતું.

ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે પાર્થ ચેટરજીને તાત્કાલિક અસરથી તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય સચિવ હરિકૃષ્ણ દ્વિવેદીએ એક સૂચનામાં જણાવ્યું હતું કે ચેટરજીને ઉદ્યોગ, વાણિજ્ય અને સાહસો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ, સંસદીય બાબતો અને જાહેર સાહસો અને ઔદ્યોગિક પુનર્નિર્માણના પ્રભારી મંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા.આ વિભાગો હવે મુખ્યમંત્રી હેઠળ રહેશે.

ટીએમસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેનર્જી શરૂઆતમાં ચેટરજીને કેબિનેટમાંથી હટાવવા માટે નારાજ હતા. પરંતુ કોલકાતાની હદમાં આવેલા બેલઘરિયામાં તેમની સહાયક અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી બીજી વખત રોકડની રિકવરી મળ્યા બાદ, પાર્ટીના નેતૃત્વએ ચેટરજીને તરત જ બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર અથવા કોઈપણ ગેરરીતિનું સમર્થન કરતા નથી. મમતાએ કહ્યું કે, “હું ભ્રષ્ટાચાર કે કોઈપણ પ્રકારની ગેરરીતિનું સમર્થન કરતી નથી. જો કોઈ દોષિત ઠરે તો તેને સજા મળવી જોઈએ, પરંતુ હું મારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા દૂષિત અભિયાનની નિંદા કરું છું.”છેવટે તેમણે પોતાના મંત્રીન હટાવાની ફરજ પડી.