- મિથુન ચક્રવતીની પોલીસે કરી પૂછપરછ
- ભડકાઉ ભાષણ આપવાનો લાગ્યો આરોપ
દિલ્હીઃ– આજે અભિનેતા મિથુન ચક્રવર્તીનો જન્મ દિવસ છે ,આજના આ શુભ દિવસે મિથુનની ચિંતામાં વધારો થયો છે.આજના ખુશીના દિવસે અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની મુશ્કેલી તેમણે આપેલા નિવેદનને લઈને વધી છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના વિવાદિત ભાષણના સંદર્ભમાં કોલકાતા પોલીસે આજે તેમની પૂછપરછ હાથ ઘરી હતી. અભિનેતા મિથુન વિરૂધ્ધ વિવાદિત ભાષણ સંદર્ભે માનિકલતા પોલીસ સ્ટેશનમાં વિરોધ પક્ષ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો.
મિથુને એફઆઈઆર રદ કરવાની માંગને લઈને હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. આ કેસમાં હાઈ કોર્ટે પોલીસને મિથુનની પૂછપરછ કરવા માટેના આદેશ આપ્યા હતા. આ સંદર્ભમાં પોલીસ તેઓની પૂછપરછ કરી રહી છે. ભાજપમાં જોડાતાંની સાથે જ મિથુન ચક્રવર્તીએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર સામે પોતાના તેવર બતાવ્યા હતા. તેમણે ચૂંટણી મંચ પરથી કહ્યું હતું કે, “હું નંબર વન કોબ્રા છું , કરડીશ તો તમે ફોટો બની જશઓ ” તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ ગરીબો માટે યુદ્ધ લડવા માંગે છે. તેમણે કહ્યું કે હું રાજકારણ કરતો નથી, હ્યુમન પોલિસી કરું છું.
મિથુન સામે ભડકાઉ ભાષણ મામલે કેસ દાખલ થયો હતો
ઉલ્લેખનીય છે કે, અભિનેતા મિથુન ચક્રવર્તી 7 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થયા બાદ મિથુન ચક્રવર્તીએ મમતા વિરુદ્ધ એક પછી એક નિવેદનો આપીને રાજ્યના રાજકારણને ગરમ કર્યું હતું. તેમની ટિપ્પણી પર ટીએમસીએ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા હોવાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.