બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ એર ટ્રાફિક કંટ્રોલરને સંદેશો આપ્યો અને તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી. આ પછી બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.
KIA નું સંચાલન કરતા BIAL ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 18 મે, 2024 ના રોજ IX1132માં બેંગલુરુથી કોચીમાં આગ લાગવાની માહિતી મળતાં લગભગ 11.30 વાગ્યે BLR એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું લેન્ડિંગ બાદ તરત જ વિમાનને નિયંત્રણમાં લાવવામાં આવ્યું હતું.
(Photo -File)