- બર્નાડ આરનોલ્ટ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ
- જેફ બેઝોસને પછાડીને નીકળ્યા આગળ
- ફોર્બ્સની યાદીમાં મેળવ્યુ પ્રથમ સ્થાન
મુંબઈ: ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી વિશ્વના અમીર લોકોની યાદીમાં બર્નાડ આરનોલ્ટએ પ્રથન સ્થાન મેળવ્યું છે. આ સ્થાન પર પહેલા એમેઝોનના માલિક જેફ બેઝોસ હતા અને હવે તેમને પાછળ મૂકીને ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે પહોંચી ગયા છે.
આ યાદીમાં મુકેશ અંબાણીનું પણ નામ સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળતા મુકેશ અંબાણીની સંપત્તિમાં 4.6 અબજ ડોલરનો વધારો થયો છ. મુકેશ અંબાણી 81.2 અબજ ડોલરની કુલ સંપત્તિની સાથે હવે વિશ્વના ધનિકોની યાદીમાં 12મા નંબરે પહોંચી ગયા છે.
ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયનેયરની યાદી મુજબ શુક્રવાર સવારે 10.35 વાગ્યે બર્નાડ અરનોલ્ટ હવે ફોર્બ્સની ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયા છે. તેમની કુલ સંપત્તિ હાલમાં 191 અબજ ડોલર છે જ્યારે જેફ બેઝોસની સંપત્તિ 187.4 અબજ ડોલર છે. એટલે કે બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત 4 અબજ ડોલર થઇ ગયો છે.
ટેસ્લાના એલન મસ્ક 157.5 અબજ ડોલરની સાથે આ સમયે ત્રીજા નંબરે છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ 126.6 અબજ ડોલરની સાથે ચોથા નંબરે છે. ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ 120.6 અબજ ડોલરની સાથે પાંચમાં સૃથાને છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સોમવારે પણ ફેશનની દુનિયાની સૌથી મોટી કંપની એલવીએમએચના માલિક બર્નાડ આરનોલ્ટે જેફ બેઝોસનું પ્રથમ સ્થાન છીનવી લીધું હતું.