Site icon Revoi.in

વેસ્ટમાંથી બેસ્ટ- ઘરેજ બનાવો આ નકામા બની ગયેલા સાબુ પાવડરમાંથી હાથ ધોવામાટેનું લિક્વીડ

Social Share

વાસણ માંજવા માટે આપણે મોંધા  સાબૂ અને લિક્વિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ , માર્કેટમાંથી તેની ખરીદી કરીને તેનાથી વાસણને સાફ કરીએ છીએ, બીજી તરફ આપણે ઘરમાં કપડા ધોવાના સાબૂનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ એજ રીતે નાહવાના સાબૂનો પણ દરેક ઘરોમાં મબત્તમ ઉપયોગ થતો હોય છે,આ સાથે જ કપડા ઘોવાનો પાવડર જે ઘણી વખત ભીનો થી જાય કે ગઠ્ઠા પડી જાય ત્યારે ફેંકી દેતા હોઈએ છીએ જો કે આ તમામ વસ્ચતુમાંથઈ તમે ઘમી બધી નવી વસ્તુ બનાવી ઉપયોગમાં લઈ શકો છો.

જ્યારે ન્હાવાના સાબૂ વપરાય ગયા બાદ તેના નાના નાના ટૂકડા બચે છે ત્યારે તેમાંથી તમે હેન્ડવોશ બનાવી લો.હેન્ડ વોશ બનાવવા માટે સૌ પ્રથમ એક ઊંડુ વાસણલો,તેમાં જેટલી પણ ન્હાવાના સાબૂની છપતરી હોય તેને નાખો, ત્યાર બાદ બીજુ એક ઊડંુ અને મોટૂ વાસણલો, તેમાં પાણી ગરમ કરો હવે પાણી બરાબર ઉકળવા લાગે એટલે તેમાં સાબૂની છપતરી વાળું વાસણ રાખો, એટલે નીચેના તપેલાની વરાળથી સાબૂ ઓગળવા લાગશે.

હવે 5 થી 10 મિનિટ બાદ જ્યારે દરેક સાબૂની છપતરીઓ ઓગળી જાય એટલે તેને નીચે ઉતારીલો, હવે તેમાં તમારી પસંદની ફેગરેન્સ પ્રમાણેનું થોડુ રેડિમેટ ફેશવોસ અથવા હેન્ડવોશ એડ કરીલો જેથી તમે હેન્ડ વોશ કરશો તો સારી સ્મેલ આવશે, અથવા તો તમે તેમાં ગુલાબના ફૂલ અથવા તો જાસૂદના ફૂલની પાદંડીઓ પણ નાખી શકો છો. તમારી પસંદગીની ફેગરેન્સના કોઈ પણ ફઅલાવરના પાન એડ કરીલો. હવે આ હેન્ડવોશને એક સારી બોટલમાં ભરીને તેનો હેન્ડવોશ તરીકે ઉપયોગ કરી શકો છો.

કપડા ધોવાના સાબૂમાંથી બનાવો વાસણનું લિક્વિડ- સામાન્ય રીતે જ્યારે કપડા ધોતા ધાતો સાબૂ નાના નાના થી જાય છે અથવા તો સાબૂ તૂટીને ટૂકડા થી જાય છે ત્યારે તેને આપણે મહામહેનતથી વાપરતા હોઈએ છઈએ, જો કે આ સાબૂના ટૂકડામાંથી તમે વાસણ માંજવાનું સરસ લિક્વિડ તૈયાર કરી શકો છો,

વાસણ માંજવાના લિક્વિડ માટે તમારે જેટલા પણ સાબૂના ટૂકડાઓ, સાબૂની છપતરીઓ એક મોટો વાસણમાં લઈલો, હવે આ સાબુ પાણીમાં બરાબર પલળે તે રીતે તેના માપનું પાણી લો. હવે બધા ટૂકડાઓ બરાબર પલળી જાય તે રીતે 4 થી 5 કલાકમાં પાણીમાં પલાળી દો, હવે તે ઓગળી જાય એટલે તેને એક બોયલમાં ભરીલો, તેમાં બે લીંબુનો રસ એડ કરીલો જેથી વાસણમાં સ્મેલ પણ આવશે અને ચીકાશ પણ દૂર થશે