Site icon Revoi.in

વેસ્ટમાંથી બેસ્ટઃ વિદ્યાર્થિનીઓએ નકામી પ્લાસ્ટિકની થેલીઓથી સુંદર ફેશનેબલ કપડાં બનાવ્યાં

Social Share

અમદાવાદઃ  વડોદરાની એમ.એસ. યુનિવર્સિટિની પાંચ વિદ્યાર્થિનીઓ દ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવવીને ફેશન જગતમાં એક નવી પહેલ શરૂ કરી છે. પર્યાવરણને બચાવવામાં માટે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવે છે તથા પ્લાસ્ટિક ને રિસાઇકલ, રિયુઝ અને રીડ્યુસ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે  ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ટેક્નોલોજીના વર્ષ 2022ના વિદ્યાર્થીઓએ ફેશનેબલ કપડાં અને પાર્ટીના વસ્ત્રો બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઇકોફ્રેન્ડલી વસ્ત્રો બનાવી રહ્યા છે. પ્રારંભિક ધોરણે તેઓએ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી 10 અલગ-અલગ વસ્ત્રો તૈયાર કર્યા છે અને તેઓ તેમના આ કાર્યને વ્યાપારી ધોરણે આગળ લઇ જઈને વ્યાપક બજારમાં મૂકવા માટેની યોજના બનાવી રહ્યા છે. તેઓ પોતાની બ્રાન્ડની લાઇન માટે પણ આયોજન કરી રહ્યા છે.

પાંચ વિદ્યાર્થીઓમાં સપના મહેશ્વરી, બિનલ કથેરિયા, ખુશી જૈન, જ્યોતિ પંડિત, કામાક્ષી કોઠારીએ તેમના અભ્યાસક્રમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગરુપે સામાન્ય રીતે કચરામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના રેપરનો સદ્ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેઓ તેમની કોલેજ તથા હોસ્ટેલની નજીકથી સારી માત્રામાં કચરો એકઠો કરીને તેનો  ઉપયોગ નવા કપડાની અવનવી ડિઝાઇન કરવામાં કરે છે. તેઓ દ્વારા  વેરેબલ ફેશનેબલ પાર્ટી વેર ડિઝાઇન બનાવવા માટે  ઊન અને અન્ય સામગ્રીઓનું મિશ્રણ કરીને ખુબજ સુંદર વસ્ત્રો રજુ કરવામા આવ્યા હતા.

એક વિદ્યાર્થીએ તેઓના આ કાર્ય વિશે જણાવતા કહ્યું કે “અમે સામાન્ય રીતે આ રેપર્સને અમારી કોલેજ, હોસ્ટેલ અને નજીકની દુકાનો પાસે ગમેત્યા ડમ્પ કરેલા જોયા છે અને તેનો સારો ઉપયોગ કરવા માટે કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તે રેપર્સને એકત્રિત કર્યા, તેને સ્ટ્રીપ્સમાં કાપીને પછી તેનો ઉપયોગ કરી રહ્યા છે. ફેશનેબલ વસ્ત્રો ડિઝાઇન કરવામાં રેપરના સંગ્રહથી લઈને અંતિમ ઉત્પાદન સુધીનું એક ખુબજ જટીલ કાર્ય છે કારણ કે તેને પહેરવા યોગ્ય ફેબ્રિક બનાવવા માટે રેપર્સને અન્ય સામગ્રી સાથે મિશ્રિત કરવાની તકનીકની જરૂર છે,”

પ્રોફેસર ડૉ. અમૃતા દોશીએ જણાવતા કહ્યુ કે,” પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કપડાં ડિઝાઇન કરવાની પ્રેરણા તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા ભારત અભિયાનમાંથી મળી છે. પર્યાવરણમાં નડતર બનતા એવા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને પછી જરુરી પ્રક્રિયા કરીને પાર્ટી વેર તરીકે ડિઝાઇન કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી કારણ કે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રેપરનો કચરો એકઠો કરીને સાફ કરવામાં કરે છે ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તેની સ્ટ્રીપ્સ કાપ્યાબાદ તેમના ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ લૂમ પરના તેમના ટ્રાયલ પછી તેઓ તેને અમદાવાદના વણકર પાસે વણાટ માટે આઉટસોર્સ કરે છે અને કપડા ડિઝાઇન કરવા માટે ફેબ્રિકમાં તેનો ઉપયોગ કરે છે. તેઓ આ ફેબ્રિકનો ‘પાર્ટી વેર’ થીમ સાથે ડિઝાઇન કરે છે જેને શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ વસ્ત્રોમાં ટકાઉ છે અને તે ઘરે સરળતાથી ધોઈ શકાય છે. વિદ્યાર્થીઓ હવે તેને ભવિષ્યમાં કોમર્શિયલ રીતે લોન્ચ કરવા માટે નવી ડિઝાઇન અજમાવી રહ્યા છે. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ કરવામા આવેલ ઇકોફ્રેન્ડલી વસ્ત્રોની પહેલ ખુબજ સરાહનીય છે.