- ફરવા માટે આ જગ્યા છે બેસ્ટ
- તહેવારમાં ફરવા માટે સૌથી સારી અને સસ્તી જગ્યા
- મોટી સંખ્યામાં લોકોની મનપસંદ જગ્યા
કોરોનાવાયરસથી દેશની સ્થિતિ સુધર્યા બાદ હવે લોકોને ફરવા જવાનો જબરો ચસ્કો લાગ્યો છે. હવે લોકો ફરવા માટે દેશની કેટલીક ફરવાલાયક જગ્યા પર જઈ રહ્યા છે ત્યારે હવે લોકોએ તે જાણવું જરૂરી છે કે ફરવા માટે આ જગ્યાઓ બેસ્ટ છે.
જો કોઈને કુદરતી સુંદરતા વધારે ગમતી હોય તો તે લોકોએ હિમાચાલ પ્રદેશના કંગોજોડી ગામ પહોંચી જવું જોઈએ. સિરમોર જિલ્લાના આ ગામ સુધી પહોંચવા માટે દિલ્હીથી લગભગ 275 કિલોમીટરની યાત્રા કરવાની રહે છે. પરંતુ અહીંના નજારા થોડીક જ વારમાં થાક દુર કરી દેશે.
પિથોરાગઢ કે જે જગ્યા દિલ્હીથી 463 કિમી દૂર આવેલી છે. તેને હિલ સ્ટેશન તો ન કહી શકાય પરંતુ અહીંનું વાતાવરણ 12એ મહિના ખૂબ જ સરૂ રહે છે. પડોસીઓથી ઘેરાયેલા આ શહેરની સુંદરતા જોઈને મજા આવી જશે.
લેન્સડાઉન પ્રકૃતિના ખોળામાં થોડો સમય પસાર કરવા માંગતા લોકો માટે સરસ જગ્યા છે. એક વખત લેન્સડાઉન જરૂર જવું જોઈએ. દિલ્હીથી આ હસીન વાદીઓની દુરી 279 કિમી છે. અહીં કેપિંગથી લઈને ભોજન અને રોકાવવાનો ખર્ચ 10,000ની અંદર થઈ જશે.
શિવપુરી જગ્યા પણ ફરવા માટે સારી જગ્યા છે. ઋષિકેશ પોતાના પૌરાણિક ધાર્મિક સ્થળો અને આશ્રમો ઉપકાંત ઉંચા પર્વતો અને જંગલોના કારણે જાણવામાં આવે છે. આ જગ્યા દિલ્હીથી લગભગ 244 કિમી દૂર છે. તેનાથી થોડી દુર શિવપુરી છે. જ્યાં વહેતી નદી પવિત્ર ગંગા નદીમાં તમે રિવર રાફ્ટિંગનો આનંદ લઈ શકો છો.