- ભારતમાં ફરવા માટે સૌથી સરસ જગ્યા
- દક્ષિણ ભારતમાં છે જગ્યા
- ઉટી અને કુન્નુર
ભારતમાં પ્રવાસ કરનારા લોકો માને છે છે ભારત દેશની સંપૂર્ણ યાત્રા કરવી હોય તેના માટે વર્ષોના વર્ષો આપવા પડે, ભારત દેશમાં યાત્રા કરવા માટે એટલા બધા સ્થળો છે કે તેને પૂર્ણ ભાગ્ય જ કોઈ કરી શકે તેમ છે. પણ એવા સ્થળોમાંનું એક સ્થળ પર ફરવું હોય તો દક્ષિણ ભારતમાં ફરવા જવું જોઈએ. દક્ષિણ ભારતનું રાજ્ય તમિલનાડૂમાં આવેલા ઉટી અને કુન્નુર તે સૌથી સારી જગ્યાઓમાની એક જગ્યા છે.
ઉનાળામાં અહીં મુલાકાત લેવી ખૂબ જ યાદગાર અને જોવાલાયક છે. જો પરિવાર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે ઉલ્લેખિત સ્ટેશનોમાંથી એકની મુલાકાત લો.
હિલ સ્ટેશનને મનોરમ પહાડી ક્ષેત્ર કહે છે. ભારતમાં પહાડીઓની વિશાલ લાંબી સુંદર અને અદ્ભુત શ્રૃંખલા છે. એક બાજુ જ્યાં વિંધ્યાચલ, સતપુડા પર્વતો છે,બીજી બાજુ અરવલ્લીની ટેકરીઓ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ભારતમાં એકથી એક અદભૂત પર્વતો, પર્વતોની શ્રેણીઓ અને સુંદર અને મનોહર ખીણો છે.
ટોય ટ્રેન કુન્નુરથી ઉટી સુધી ચાલે છે, જે પ્રવાસીઓ માટે અનુકૂળ અને આનંદદાયક છે. વેલિંગ્ટનના કેન્ટોનમેન્ટ એરિયા સાથે કુન્નુરથી ઉટી વચ્ચે ટ્રેન મુસાફરીની ખૂબ ભલામણ કરવામાં આવે છે. સુંદર દ્રશ્યો જોઇ શકાય છે. અહીં જોવા માટેની જગ્યાઓ હેરિટેજ ટ્રેન, સિમ પાર્ક, વેલિંગ્ટન ગોલ્ફ કોર્સ, ડોલ્ફિન નોઝ, હાઇફિલ્ડ ટી ફેક્ટરી, લેમ્બ રોક અને ડ્રૂગ ફોર્ટ છે.
જો તમે પહેલેથી જ ઉટી (OOty) પહોંચી ગયા છો તો કૂનુરની મુલાકાત લેવામાં કોઈ નુકસાન નથી. તે ઉટીથી થોડા અંતરે આવેલું છે. કુન્નુર એક નાનકડા વિસ્તારમાં નીલગિરિ પર્વત પર આવેલું એક નાનકડું શહેર છે, જે તેની ચારે બાજુથી વિન્ડિંગ ટેકરીઓ, ચા અને કોફીના બાગથી ઘેરાયેલું છે.