ફેમિલી સાથે વેકેશન પર જવા માટે બેસ્ટ સ્થળો,લિસ્ટમાં જરૂરથી કરો સામેલ
ઘણા લોકો દર વર્ષે ફેમિલી વેકેશન પર જવાનું પ્લાન કરે છે. આ દરમિયાન તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લેવો એ પણ સારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો તમે કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ શોધી રહ્યા છો, તો તમે અહીં કેટલીક સારી જગ્યાઓ માટેના વિચારો પણ મેળવી શકો છો.
કેરળ -તેને ગોડસ ઓન કંટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે.અહીંના ચાના બગીચા તમારા મનને મોહી લેશે.પર્વતો, બેકવોટર અને ખુશનુમા હવામાન તમારા મનને આરામ આપવાનું કામ કરશે.કેરળમાં તમે મુન્નાર અને થેક્કાડી જેવા ઘણા સ્થળોએ ફરવા જઈ શકો છો.
આંદામાન અને નિકોબાર દ્વીપ – આંદામાન અને નિકોબાર ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. લીલાછમ જંગલોમાં અને બીચ પર ફરવાની મજા જ અલગ છે.જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો તો તમે અહીં સ્કુબા ડાઈવિંગ અને સ્નોર્કલિંગ પણ કરી શકો છો.
કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરના સુંદર નજારો તમારા મનને મોહી લેશે.તમે અહીં બોટ રાઈડ લઈ શકો છો.આ સિવાય તમે અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.
ઊટી – તમે ઊટીમાં ફરવા માટે પણ જઈ શકો છો. લીલાછમ જંગલો, મંત્રમુગ્ધ કરી દે તેવા ચાના બગીચા, કુદરતી તળાવો અને આહલાદક હવામાન તમને આનંદિત કરશે. આ સ્થાન પર તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો.