- કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે
- આ રીતે કરો તેનો ઉપયોગ
દૂધ પીવાથી સ્વાસ્થ્ય ને જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો તેને ત્વચા પર લગાવવાથી પણ થાય છે. કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ત્વચા બેજાન અને શુષ્ક લાગે છે. આ મોસમમાં ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે કાચા દૂધ સિવાય બીજું કંઈ સારું નથી.અને જો તમે રૂખી અને બેજાન થયેલી ત્વચાથી છુટકારો મેળવવા માંગો છો તો તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.
કાચા દૂધ અને મધને મિક્ષ કરીને ત્વચા પર લગાવવાથી તમામ સમસ્યા દૂર થાય છે. જો તમારી ત્વચા શુષ્ક અથવા સંવેદનશીલ છે, તો પછી આ બંને વસ્તુની પેસ્ટ લગાવો. તેના માટે તમારે આ બંનેની પેસ્ટ બનાવવાની છે. કાચા દૂધની 2 ચમચી અને એક ચમચી મધ મિક્સ કરવું. અને તેને ચહેરા પર લગાવો. 10 થી 15 મિનિટ પછી ચહેરાને સારી રીતે સાફ કરી અને ધોઈ લો. તેનાથી તમને ગરમીમાં થનારી સ્કિન સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે. તમે આ પેસ્ટને ફક્ત ત્વચા પર જ નહીં, વાળમાં પણ લગાવી શકો છો. તેને વાળમાં લગાવ્યા પછી તેને નેચરલ શેમ્પૂથી ધોઈ લો.
કાચું દૂધ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.તેવામાં હળદર એક નેચરલ બ્લીચ એજન્ટ છે. જે ત્વચાને બ્રાઇટ રાખવાની સાથોસાથ ચહેરાના ડાઘ ધબ્બાને અને ચહેરા પરની ફોલ્લીઓને દૂર કરવામાં મદદ કરે છે. હળદર અને દૂધની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને લગભગ 10 કે 15 મિનિટ સુધી હળવા હાથે માલિસ કરો. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો. તેવું કરવાથી તમારો ચહેરો ચમકદાર બનશે.
ગરમીની ઋતુમાં ટેનિંગની સમસ્યા ખુબ જ રહે છે. કાચા દૂધને ચણાના લોટ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યાથી બચી શકાય છે. કાચા દૂધ અને ચણાના લોટની પેસ્ટ તૈયાર કરી લો અને ચહેરા પર તેને હળવા હાથે લગાવો.ત્યારબાદ ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઇ નાખો. .