Site icon Revoi.in

પાલેજ-નારેશ્વર વચ્ચે કરોડોના ખર્ચે બનેલા રોડ પર ઠેર ઠેર ખાડાં પડ્યા

Social Share

વડોદરાઃ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ડામરના રોડ બનાવવામાં આવે છે. પણ રોડના નબળા કામને લીધે પ્રથમ વરસાદમાં રોડ ધાવાઈ ગયાની અથવા તો નવા નક્કોર રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યાની ફરિયાદો ઉઠી છે. પાલેજથી નારેશ્વર વચ્ચે રૂપિયા 32 કરોડના ખર્ચે 17 કિમીનો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવ્યાને હજુ 6 મહિના પણ થયા નથી, ત્યાં પ્રથમ વરસાદમાં રોડ પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. આથી વાહનચાલકો ભારે પરેશાની નો સામનો કરી રહ્યા છે.

નારેશ્વરની આજુબાજુમાં રેતીની અનેક લીઝો આવેલી છે. જેને કારણે સતત ડમ્પરોની અવર-જવરના કારણે પાલેજ-નારેશ્વર રોડ પર ખાડા પડી જતા સરકાર દ્વારા રોડ પહોળો અને મજબૂતીકરણ કરવા રૂપિયા 32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. નવો ડામરનો રોડ બન્યાને 6  મહિના જ થયા છે. ત્યારે 17 કિમીના પાલેજ-નારેશ્વર રોડ ઉપર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. ખાડા એટલા ઊંડા છે કે કાર લઈને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

યાત્રાધામ નારેશ્વર તેમજ મોટીકોરલને લઈને તથા નારેશ્વરની આજુબાજુમાં આવેલી રેતીને લેઝો પર મોટી સંખ્યામાં ભારદારી વાહનો પસાર થતા હોય છે. જેને લઈને સરકારમાંથી પાલેજ-નારેશ્વર 17 કિમીના રોડને પહોળો કરવા માટે અને મજબૂતીકરણને લઈને 32 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. આ રોડ મજબુતીકરણ કરવામાં આવ્યું અને પહોળો પણ કરવામાં આવ્યો હતો. રોડ બન્યાના 6 જ માસમાં રોડ પર હાલમાં ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. અને બાઈક કે કાર લઈને રોડ પરથી પસાર થવું મુશ્કેલ છે. ખાડા એટલી હદે ઉંડા પડી ગયા છે કે વાહનોને પણ નુકસાન પહોંચે છે. આ રોડ પર પડેલા ખાડાંઓ પુરવામાં આવે એવી વાહનચાલકોમાં માગ ઊઠી છે.