રસી નથી લીઘી તો ચેતી જજો – મુંબઈની હોસ્પિટલોમાં ઓક્સિજન પર દાખલ 96 ટકા દર્દીઓ એવા કે જેમણે નથી લીધી વેક્સિન
- ઓક્સિજન પર એવા દર્દીઓ જેણે નથી લીધી વેક્સિન
- મુંબઈમાં 96 ટકા દર્દીઓ કે જેઓનું રસીકરમ નથી થયું
મુંબઈઃ- સમદ્ર દેશભરમાં ખૂબ બ ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે, વધતા કેસોમાં મહારાષ્ટ્ર મોખરે છે ત્યારે મુંબઈ શહેરમાં સોથી વધુ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે.આ સમગ્ર બાબતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક ડેટાને ટાંકીને માહિતી આપી છે કે મુંબઈની હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા દર્દીઓ એવા છે જેમને રસી આપવામાં આવી નથી
આ સાથે જશહેરના તબીબોએ પણ આ વાત કબૂલી હતી કે જેમણે હજુ સુધી રસી લીધી નથી તેમને ઓક્સિજન સપોર્ટ અથવા વધારાની મદદની જરૂર પડી છે.જો કે આ તમામ દર્દીઓના મોટાભાગના લોકોની ઉંમર 50 વર્ષથી વધુ છે.
ઓક્સિજન પર રહેનારા દર્દીઓમાંથી 96 ટકાનું નથી થયું રસી કરણ
6 જાન્યુઆરી સુધીના ડેટા પર નજર નાખતા બીએમસી કમિશનર ઈકબાલ ચહલે આ બાબતે કહ્યું કે ઓક્સિજન બેડ પર દાખલ 1 હજાર 900 કોરોના દર્દીઓમાંથી 96 ટકા એવા છે જેમણે રસી નથી લીધી જ્યારે માત્ર ચાર ટકાને જ રસી આપવામાં આવી છે.આથી અંદાજો લગાવી શકાય કે વેક્સિન લેવી જરુરી છે,જો કે વેક્સિનની આ બાબતને લઈને કોઈ ચોક્કસ અભ્યાસ કરવામાં આવ્યો નથી
આ સાથે જ કેટલાક ડોકટરે સ્પષ્ટતા કરી હતી કે કેસોમાં વધારો થયા પછી ઘણા લોકોએ રસી લેવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર હજુ સુધી સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો નથી, પરંતુ ઓક્સિજન સપોર્ટ પર રસીકરણ વિનાના દર્દીઓની મોટી સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે રસીકરણ ન કરાવનારા લોકોને કોરોનાનું સૌથી વધુ જોખમ કેવી રીતે વધતું જોવા મળે છે.