- ન કરશો જે તે એપ્લિકેશનને ડાઉનલોડ
- તમારી બેન્ક ડિટેઈલ માટે થઈ શકે છે જોખમી
- બેન્ક એકાઉન્ટ ખાલી થવાની રહી શકે છે સંભાવના
આજકાલ કેટલીક એવી એપ્લિકેશન પણ જોવા મળતી હોય છે કે જેમાં તે લોકો તમારા બેન્કની ડિટેઈલ માંગતા હોય છે અને તે બાદ તેનો દુરઉપયોગ કરીને તમારા બેન્ક એકાઉન્ટ સાથે પણ ખોટુ કરતા હોય છે. હવે લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે કોઈ એપ્લિકેશનમાં તમારે બેન્કની ડિટેઈલ ન આપવી પડે.
થ્રેટ ફેબ્રિકના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે Xenomorph એક બેંકિંગ ટ્રોજન છે જે એન્ડ્રોઇડ યૂઝર્સને ટાર્ગેટ કરે છે. આ ગૂગલ પ્લેસ્ટોર પર પણ ઉપલબ્ધ છે.
આ એપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે યૂઝર્સને તેમાં માલવેર હોવાનો અંદાજ પણ લાગતો નથી! બેંકિંગ ટ્રોજન Xenomorph ફોનમાં રહેલી બેન્ક ડીટેઇલ અથવા તો બેંક એપથી નાનામાં નાની માહિતી પણ ચોરી શકે છે. તેમજ બેંકમાંથી આવેલા મેસેજીસ પર નજર રાખે છે. ફોનમાં એક વાર ઇન્સ્ટોલ થયા બાદ તે યૂઝર્સની જેતે ગતિવિધિઓ પર નજર રાખે છે.
અચરજની વાત તે છે કે આ એપનો રિપોર્ટ સામે આવ્યા પછી પણ તેને પ્લેસ્ટોરમાંથી હટાવવામાં નથી આવી! અને આ આંકડો ક્રમશઃ વધી રહ્યો છે! Xenomorph માલવેર Fast Cleaner નામની એપ છે જેને અંદાજે પચાસ હજારથી પણ વધુ યૂઝર્સે ડાઉનલોડ કર્યું છે!
સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તે બેંકિંગ ટ્રાન્જેક્શન જેવો એક એન્ટરફેસ તૈયાર કરે છે જે તમારી બેંકના વેબ અથવા તો એપ સમાન જ હોય છે જેના દ્વારા તે યૂઝર્સને ઠગી શકે છે. માટે આ એપને ડિલીટ કરવામાં જ ભલાઈ છે.