અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું સવિશેષ મહાત્મ્ય છે. ભાદરવી પૂનમનો 6 દિવસનો મહામેળાનો આજે 5મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. માતાજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. મંદિરને રંગ-બેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
શક્તિપીઠ અંબાજી ગોલ્ડણ ટેમ્પલ તારીકે પણ ઓળખ ધારણ કરી રહ્યુ છે. અંબાજી માં માતાજીના દર્શન કરવા દર રોજ હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. અંબાજીમાં આજે સોમવારથી યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો માંના ચરનોમાં શિશ નમાવા આવતા હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને વૈયવટી તંત્ર દ્વારા અંબાજીમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે અંબાજી મંદિરને વિશેષ શણગારવામાં આવતું હોય છે.
અંબાજીમાં આજે 5 સેપ્ટેમ્બરથી 10 સેપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે જેથી અંબાજી મંદિરને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. રાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં રંગ બિરગી રોશનીથી મંદિરનું સજાવટ કરાયું છે. રાત્રીના સમય અંબાજી મંદિરની અલૌકીક રોશનીની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. વિશેષ રોશનીથી અંબાજી મંદિરની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રહ્યુ છે.
અંબાજી મંદિરના શક્તિદ્વાર સુધીના દર્શન પથના રોડને મેળા દરમિયાન નો વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે આ રોડને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યો છે. રાત્રીના દરમિયાન મંદિર આગળનો રોડ રોશનીથી જગમગી ઉઠ્યો છે. અંબાજી આવતા માઇભક્તોને મહામેળાનો અનુભવ સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈ મેળામાં વરસાદથી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ પણ બનાવવામાં આવ્યા છે. જયારે મંદિરમા દર્શન માટે પણ સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે. વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જયારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરુ કરાશે.
અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય 24 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં 6 સ્પેશ્યલ ડોક્ટરોની પણ નિયુક્તિ આપવામાં આવી છે. જયારે 256 જેટલા આરોગ્યકર્મી પોતાની ફરજ બજાવશે. દસ 108 એમ્બુલેન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલેન્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ સાથે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહે ને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પદ્ધતિમાં સંઘોને વાહન પાસ આપવામાં આવ્યા છે, જયારે મેળામાં કાયદોને વ્યવસ્થા જળવાય તે માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે 325 CCTV કેમેરા, 10 PTZ કેમેરા તેમજ 48 બોડીવોન કેમેરા સાથે 35 ખાનગી કેમેંટ મેનો મેળા દરમિયાન કાર્યરત થશે. ઉપરાંત ખાસ કરીને લોકોને ઇમર્જન્સીમાં 100 નંબર ડાયલ કરવાથી સ્થાનિકમાં જ તાકીદનો પોલીસ સંપર્ક થઇ શકશે.