ભાઈ-બીજના તહેવારનો ઈતિહાસ – ભાઈ બહેનના સંબંધને મજબૂત બનવાતી આ કેટલીક વાતો
દેશભરલમાં બેસતા વર્ષના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે. ઘણીવાર લોકો ભૈયા દૂજ ઉજવે છે, પરંતુ તેઓ તેની પાછળની વાર્તા જાણતા નથી. આવી સ્થિતિમાં, અમે તમારા માટે ભૈયા દૂજના ઇતિહાસ, વાર્તા,જાણવી જરુરી છે.
જ્યારે યમ પોતાની બહેન યમુનાને વિદાય આપી રહ્યા હતા ત્યારે તેમની બહેને તેમની પાસે એક વસ્તુ માંગી હતી. યમુનાએ કહ્યું હતું કે તમે દર વર્ષે આ દિવસે મારા ઘરે આવજો. અહીંથી ભાઈ દૂજની શરૂઆત થઈ અને દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ભાઈઓ તેમની બહેનના ઘરે રસી લેવા માટે જવા લાગ્યા.
યમ અને યમુના સૂર્ય અને તેની પત્ની સંગ્યાના બાળકો છે. એવું કહેવાય છે કે જ્યારે યમ યમુનાના ઘરે ગયા ત્યારે તેમની બહેને તિલક લગાવ્યું અને ભાઈને ભોજન પીરસ્યું. યમુનાએ ભાઈ યમનું એટલું સરસ સ્વાગત કર્યું કે ભાઈ યમ ખુશ થઈ ગયા અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાન તરીકે, યમુનાએ તેના ભાઈને દર વર્ષે આ દિવસે તેના ઘરે આવવા કહ્યું. આ જોઈને દરેક ભાઈ-બહેને ભાઈ દૂજની ઉજવણી શરૂ કરી.
ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવે છે આ વાતો
અઠવાડિયામાં બે વખત ભાઈ બહેનને અને બહેન ભાઈને ફોન કરીને ખબર પૂઠતા રહેવું જોઈએ એવી સ્થિતિ તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે
આ સહીત ભાઈનો જન્મ દિવસ હોય કે બહેનનો લગ્નની વર્ષગાઢ હોય કે બાળકોનો જન્મ દિવસ આવા નાના નાના દિવસો પર ભાઈ બહેને એકબીજાને ફોન કરતા રહેવું જોઈએ જો સાસરી પાસે હોય તો એક બીજાના ઘરે મળવા પણ જવું જોઈએ આ બબાતો ભાઈ બહેનના પ્રમેને વઘારે છે
જો તમારી બહેન પરણીત છે તો વાર તહેવારે ખાસ બહેનને ફોન કરવાનું રાખો અને કેટલાક તહેવારોમાં પોતાના બનેવી અને સાસરીવાળાની આજ્ઞા લઈને બહેનેને ઘરે તેડી લાવો
જ્યારે પણ બહેન પીહર રહેવા જાય ત્યારે ભાઈ અને ભાભીમાં અનબન બને તેવી કોઈ વાત ન કરવી જોઈએ અને ભાઈની જેમ જ ભાભીને સાથ સહકાર આપવો જોઈએ તો ક્યારેય સંબંધો ખરાબ નહી થાય.