છત્તીસગઢ સરકાર ઉપર ભાજપના નેતા હિંમતા બિસ્વા સરમાએ ધર્માંતરણ મુદ્દે કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હીઃ આસામ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ છત્તીસગઢ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને સીએમ હિમંતા બિશ્વા શર્માએ કહ્યું હતું કે, છત્તીસગઢમાં ખુલ્લેઆમ ધર્માંતરણ થઈ રહ્યું છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો કે રાજ્યની ભૂપેશ બઘેલ સરકારે ધર્માંતરણ અટકાવ્યું નથી. રોહિંગ્યા ધર્મ પરિવર્તનની પ્રક્રિયા દ્વારા રાજ્યમાં આવી રહ્યા છે. ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આ એક ધાર્મિક અને સામાજિક મુદ્દો છે. તેમણે દાવો કર્યો હતો કે ઘૂસણખોરો આવે છે અને સ્થાનિક લોકો સાથે લગ્ન કરે છે.
સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, બાબરે રામ મંદિર તોડ્યું હતું. હવે આપણે આજના બાબર પર પણ નજર રાખવાની છે. સમાજમાં બાબર ફરી ના આવે. તેમણે આરોપ લગાવ્યો કે, ભૂપેશ બઘેલ સરકારની નીતિઓને કારણે રાજ્ય પાછળ રહી ગયું છે. ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, છત્તીસગઢની સરકાર યુવાનોને રોજગાર આપી શકતી નથી. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, છત્તીસગઢની જનતાએ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તક આપવી જોઈએ. તેમણે જનતાને આ વખતે કોંગ્રેસને બદલે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી છે.
મહિલા આરક્ષણ બિલના સંદર્ભમાં હિમંતા બિસ્વા સરમાએ રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ માત્ર તે જ કરે છે જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમને કરવા કહે છે. તેમણે દાવો કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકાર મહિલા અનામત બિલ પસાર થાય તે સુનિશ્ચિત કરશે.