Site icon Revoi.in

નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિતે અજમેર શરીફની દરગાહમાં ભંડારાનુ આયોજન

Social Share

જયપુરઃ અઝમેર શરીફની દર્ગાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 74માં જન્મદિનના અવસર પર ભંડારા નુ આયોજન કરવામાં આવશે.17 સપ્ટેમ્બર ના દિવસે દર્ગાહ પ્રબંધન દ્વારા 4000 કિલો શાકાહારી ખોરાક પરોસવામાં આવશે. અઝમેર શરીફ ગદ્દી નશીન સૈયદ અફશાન ચિશ્તી અનુસાર ભંડારામાં ભોજન ચોખા, શુદ્ધ ઘી, ડ્રાયફ્રુટ વગેરેથી બનાવવામાં આવશે.આ ખોરાક ભક્તો અને ગરીબોમાં વિતરણ કરવામાં આવશે.દર્ગાહના અધિકારીઓ મુજબ,આ કાર્યક્રમ ‘સેવા પખવાડા’ નો ભાગ છે. ભંડારા પ્રસિદ્ધ ‘બાડા શાહી ડેગ’ માં તૈયાર કરવામાં આવશે,જે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તિ સાથે જોડાયેલ 550 વર્ષ જૂની પરંપરાનો ભાગ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિશેષ દુઆનું આયોજન પણ કરવામાં આવશે.

એએનઆઈ સાથે વાત કરતા ચિશ્તી એ જણાવ્યું,પીએમ મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં ધાર્મિક સ્થળોએ સેવા કાર્યક્રમો યોજાશે.આ અવસરે અમે 4000 કિલોગ્રામ શાકાહારી ખોરાક તૈયાર કરીશું,જેમાં ચોખા, શુદ્ધ ઘી, અને ડ્રાયફ્રુટ હશે અને તે વિતરણ કરવામાં આવશે.ગરીબ લોકોને પણ ખોરાક ખવડાવવામાં આવશે.ભારતીય અલ્પસંખ્યક ફાઉન્ડેશન અને ચિશ્તી ફાઉન્ડેશન ભંડારાનું આયોજન કરશે. તમામ મહેમાનો અને શ્રદ્ધાળુઓને તેમાં ભાગ લેવાની મંજૂરી રહેશે. આ વિધિ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.કુરાનની આયતો વાંચવામાં આવશે અને કવાલી ગાયન પણ યોજવામાં આવશે.