Site icon Revoi.in

છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પર ભારજ નદીના બ્રિજને બંધ કરતા વાહનચાલકો પરેશાન

Social Share

વડોદરાઃ છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પરનો બ્રિજ મરામતને લીધે બંધ કરાયો છે. સમારકામને લઈ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ભારજ નદી પરના બ્રિજને બંધ કરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાવી જેતપુર પાસે આવેલો ભારજ નદી પરનો આ બ્રીજ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર આવેલો છે. જેને લઈ સ્થાનિકો સહિત અને અનેકને ધંધાકીય અસર પહોંચી રહી છે. વાહનચાલકોને 24 કિલોમીટર લાંબો ચકરાવો હાલમાં ખાવો પડી રહ્યો છે. તેથી યુદ્ધના ધારણે બ્રિજનું મરામતનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સમારકામને લઈ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવ્યો છે. ભારજ નદી પરના બ્રિજને બંધ કરવાને લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાવી જેતપુર પાસે આવેલો આ બ્રીજ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર આવેલો છે. જેને લઈ સ્થાનિકો સહિત અને અનેકને ધંધાકીય અસર પહોંચી રહી છે.  છેલ્લા અઢી ત્રણ માસથી પુલની સમસ્યા સર્જાઈ છે. બ્રિજ ખૂબ જ મહત્વનો હતો અને ભારજ નદીમાં પૂર આવતા બ્રિજને નુક્સાન થયુ હતુ. આમ બ્રિજની મરામત કરવી જરુરી બની હતી. જેથી પુલને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. હાલ તો ડાયવર્ઝન બનાવવા માટેનુ કામ શરુ કરવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં જ આ હાલાકી દૂર થઈ જવાની સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ હૈયાધારણા સ્થાનિક લોકોને આપી હતી. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ માગણી કરી છે. કે, બ્રિજનું સમારકામ વહેલી તકે શરૂ કરવું જોઈએ.( બ્રિજની પ્રતિકાત્મક તસવીર)