1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ ભારત જોડો સ્લોગન દેખાય છે, એ જ કોંગ્રેસની સફળતાઃ જયરામ રમેશ
નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ  ભારત જોડો  સ્લોગન દેખાય છે, એ જ કોંગ્રેસની સફળતાઃ જયરામ રમેશ

નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ ભારત જોડો સ્લોગન દેખાય છે, એ જ કોંગ્રેસની સફળતાઃ જયરામ રમેશ

0
Social Share

અમદાવાદઃ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ 2022માં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વકતા, પ્રવક્તા અને મીડિયા પેનાલીસ્ટઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એઆઇસીસીના મહામંત્રી, કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ જયરામ રમેશએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ “ભારત જોડો” સ્લોગન દેખાય છે આજ ‘ભારત જોડો યાત્રા’ની સફળતા છે. ભારત જોડો યાત્રાથી ભાજપ ચિંતિત છે, ગભરાયેલી છે. રાહુલ ગાંધીની  ભારત જોડો  પદયાત્રાની વિગત, માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોચાડવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ પક્ષનો એક માસ કોન્ટેક્ટ પ્રોગ્રામ છે. દરરોજ સવારે 6 કલાકે પૂજ્ય ગાંધી બાપુની પ્રિય પ્રાર્થના ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ‘રધુપતિ રાઘવ રાજા રામ’ બાદ ‘ભારત જોડો યાત્રા’ પ્રસ્થાન કરે છે જેવી વિવિધ ભારત જોડો યાત્રા અંગેની માહિતી જનજનને મળી રહે તે માટે “ભારત જોડો યાત્રા”ને જુદા જુદા સોસીયલ મીડિયા પ્લેટફોમ પર લાઇવ કરો. “ભારત જોડો યાત્રા” સહિત ગુજરાતમાં કોંગ્રેસપક્ષનું “કામ બોલે છે“ તે વક્તા, પ્રવકતા, પેનાલીસ્ટઓ આક્રમકતાથી માધ્યમો સમક્ષ તથ્યો સાથે રજુ કરે. કોંગ્રેસ પક્ષ આક્રમતાથી જુઠ્ઠાણા સામે લડી રહી છે. સત્યથી વેગળી દરેક બાબતે કોંગ્રેસ પક્ષ લીગલ નોટિસ આપી રહી છે આ નવી કોંગ્રેસ છે, આક્રમક કોંગ્રેસ છે અને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના આશીર્વાદ સિવાય ભારત જોડો યાત્રા શરૂ ન થાય એટલે જ રાહુલ ગાંધીએ 5મી સપ્ટેમ્બરે સાબરમતી આશ્રમ આવીને પૂજ્ય બાપુના આશીર્વાદ બાદ ઐતિહાસિક “ભારત જોડો યાત્રા” શરુ કરી હતી.  ભૂતકાળમાં કેટલીક યાત્રાના કારણે દેશમાં રમખાણો થયા છે પરતું “ભારત જોડો” યાત્રા શાંતિપૂર્ણ અને શાંતિ માટે છે.  આઝાદીની લડાઈ વખતે જે લોકોએ “ભારત છોડો”નું સમર્થન નહોતું કર્યું તે વિચારધારા આજે પણ “ભારત જોડો”નો વિરોધ કરે છે. ભારત જોડો યાત્રાની ભાજપ પર તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે. ટી શર્ટ, કન્ટેનર, શૂઝ કેટલીય બાબતોને આલોચના, ભાગવતજી અલગ અલગ લોકોને મળવા લાગ્યા, ચિત્તા તમાશો સાથે ભાજપ હેડલાઇન મેનેજમેન્ટ કરી રહી છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપની સ્ટાઈલ બદલાઈ ગઈ છે ભાષા, ચાલમાં ફરક પડી ગયો છે. અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સના પોસ્ટરોમાં પણ “ભારત જોડો” સ્લોગન દેખાય છે આજ ‘ભારત જોડો યાત્રા’ની સફળતા છે. ભારત જોડો યાત્રાથી ભાજપ ચિંતિત છે, ગભરાયેલી છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ”માં પેનાલીસ્ટઓ, પ્રવક્તાઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ જન સમર્થન, જન આશીર્વાદથી 125થી વધુ બેઠક સાથે જન જનની સરકાર બનાવશે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, છાસવારે પેપરલીકની ઘટનાઓ, મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર, અણઘડ વહીવટ સહિતના મુદ્દાઓ લઈ આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ઘેરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code