ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારોની લીધી મુલાકાત
બેંગ્લોરઃ કર્ણાટકમાં વરસાદ વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ ફરી એકવાર ચામરાજનગરના ટોંડવાડી ગેટથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે લોકોને મળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન રાહુલ લોકોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પદયાત્રાનો આજે 24મો દિવસ છે. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ પીડિત પરિવારને મદદ કરવા માટે પીએમ મોદીને અપીલ કરી હતી.
કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, યાત્રા શનિવારે સવારે 6.30 વાગ્યે ચામરાજનગર જિલ્લાના થોંડાવાડીથી શરૂ થવાની હતી, પરંતુ મુશળધાર વરસાદને કારણે તે પ્રભાવિત થઈ હતી. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને પણ મળ્યા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કોવિડ-19 પીડિતોના પરિવારો માટે યોગ્ય વળતરની હાકલ કરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું કે તમે તેમને તેમના અધિકારથી કેમ વંચિત કરી રહ્યા છો? ગાંધીએ શુક્રવારે ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકના ગુંડલુપેટમાં ઓક્સિજનના અભાવે જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારત જોડો યાત્રાના 24 દિવસની શરૂઆત સવારે 6.30 કરાણે બેગુરથી થવાની હતી પરંતુ વરસાદના કારણે અડચણ ઉભી થઈ હતી.