Site icon Revoi.in

ભારતીય વિકાસ મંચઃ યુવાઓને રાષ્ટ્ર ગૌરવનો બોધ કરાવવા રવિવારે ‘યજ્ઞ’ કાર્યશાળાનું આયોજન

Social Share

અમદાવાદ: ભારતીય વિચાર મંચના યુવા આયામ દ્વારા ‘યજ્ઞ કાર્યશાળા 2022’નું આયોજન અમદાવાદ ખાતે એ.એમ.એ. પરિસરમાં આવતીકાલે 26 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું છે.

યજ્ઞ (YAGNA – Youth Awareness for Greater National Awakening: An Interactive Discourse for Better Future) નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વાયુ શક્તિમાં રાષ્ટ્રના ‘સ્વ’ પ્રત્યે ગૌરવનો અનુભવ થાય અને ભારતની સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની યાત્રા સ્વત્વ જગાડવા પ્રેરણા આ યુવા શક્તિ ધારણ અને ચિંતન કરે તેવી પરિકલ્પના છે.

આ કાર્યશાળાની મુખ્ય વિષય વસ્તુ ભારતની સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફથી યાત્રા વિશે યુવા શક્તિમાં વિમર્શ ઉભો થાય તે રહેશે. આ કાર્યશાળામાં ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓથી કુલ 250 પસંદગી કરેલા યુવા બાગ લેશે.

૪ સત્રની આ કાર્યશાળામાં પ્રખ્યાત સાપ્તાહિક, ‘ઓર્ગેનાઈઝર’ના સંપાદક પ્રફુલ્લ કેતકર, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાન અને વૈચારિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા પ્રવાહની કેન્દ્રીય ટીમના સદસ્ય દીપક શર્મા ઉપસ્થિત રહેશે.

આ એક દિવસીય કાર્યશાળાના માધ્યમથી યુવા શક્તિ ભારતીય સ્વાધીનતાના અમૃત મહોત્સવનું ગૌરવ અનુભવે અને ભારતીય સમાજને આગામી પડકારો સામે સશક્ત કરે તેવી પરિકલ્પના ભારતીય વિચાર મંચ , ગુજરાતના યુવા આયામની છે.