Site icon Revoi.in

ભારતમાલા પરિયોજનાઃ NH-148Bના ભિવાની-હાંસી રોડ સેક્શનના 4 લેનિંગને મંજૂરી

Social Share

નવી દિલ્હીઃ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે, ભિવાની અને હિસાર જિલ્લામાં ભારતમાલા પરિયોજના હેઠળ NH-148Bના ભિવાની-હાંસી રોડ સેક્શનને 4-લેન કરવાની મંજૂરી હરિયાણા રાજ્યમાં HAM પર રૂ.1322.13 કરોડના બજેટ સાથે મંજૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ હરિયાણામાં ઝડપી અવરજવર અને સારી આંતર-જિલ્લા કનેક્ટિવિટી પ્રદાન કરશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિભાગના વિકાસથી લાંબા રૂટના ટ્રાફિક અને નૂર મૂવમેન્ટની એકંદર કાર્યક્ષમતામાં પણ સુધારો થશે જે સરળ અને સલામત ટ્રાફિક પ્રવાહની સાથે સાથે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ (VOC)માં ઘટાડો કરશે. તેમણે ઉમેર્યું હતું કે હરિયાણામાં પાયાની માળખાકીય સુવિધાઓને વેગ આપશે જે પ્રદેશના સર્વાંગી આર્થિક વિકાસને વેગ આપશે.

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કનેક્ટીવિટીમાં વધારો થયો અને ભારત સરકારએ સમગ્ર દેશમાં રોડ-રસ્તાનો વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય હાઈવે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

(PHOTO-FILE)