Site icon Revoi.in

ઈન્ડોનેશિયાની બાલી આઈલેન્ડ નજીક ગુમ થયેલી સબમરીનને શોધવામાં ભારતીય નોસેનાની ડીએસઆરવી મદદ માટે રવાના

Social Share

દિલ્હીઃ-ઇન્ડોનેશિયામાં તાલીમ કાર્યવાહી ,સમય દરમિયાન બાલી આઇલેન્ડ નજીક ગુમ થયેલી સબમરીન કેઆરઆઈ નાનગ્ગલા 402 ની શોધ માટે ભારતીય નૌસેના ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વ્હિકલ વિશાખાપટ્ટનમથી રવાના કરવામાં આવી હતી. ગુરુવારે ભારતીય નૌસેનાને કહેવામાં આવ્યું હતું કે, ગુમ થયેલ સબમરીન શોધવામાં ઇન્ડોનેશિયન નૌસેનાની મદદ માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાની નૌસેનાએ વિતેલા દિવસને બુધવારે જણાવ્યું હતું કે, સબમરીન બાલી ટાપુ નજીક ગુમ થઈ ગઈ છે, જેમાં 53 લોકો સવાર છે અને ઇન્ડોનેશિયન નૌકાદળ સર્ચ ઓપરેશનમાં રોકાયેલ છે.

આ સમગ્ર બાબતે આર્મી ચીફ હાદી જહજન્તોએ જણાવ્યું હતું કે, બુધવારે કેઆરઆઈ નાનગ્ગલા 402  જ્યારે તાલિમ લઈ રહી હતી તે દરમિયાન  ગુમ થઈ તાલિમ વખતે હતો. તેમણે કહ્યું કે માનવામાં આવે છે કે આ સબમરીન બાલીના ઉત્તર દિશામાં લગભગ 95 કિમી દૂર ગાયબ થઈ ગઈ છે.

આર્મી ચીફએ જણાવ્યું હતું કે સબમરીન શોધવા માટે નૌસેનાએ આ વિસ્તારમાં યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ માટે સબમરીન સપોર્ટ વાહનો ધરાવતા સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા પાસેથી પણ સહાય માંગવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નૌસેનાનું માનવું છે કે સબમરીન સમુદ્ર સપાટીથી 700 મીટરની ઊંડાઈ સુધી ડૂબી ગઈ છે. સબમરીન કઈ રીતે ગાયબ થઈ તે અંગે કોઈ માહિતી નથી.

સાહિન-