Site icon Revoi.in

ભરૂચઃ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકાઓમાં કરેલો સંગ્રહ આર્શીવાદરૂપ સાબિત થયો

Social Share

જુના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઉંચાઈ વાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઉંડા ભુગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેતા હોય છે .

ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકા નું પાણી પહોંચતું નથી પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈ વાળા વિસ્તાર ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમી માટે આર્શીવાદરૂપ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.