Site icon Revoi.in

ભરૂચનું હાંસોટ બન્યું રામમય, સવારે પ્રભાત ફેરી બાદ હનુમાન ચાલીસાનું કરાયું પઠન

Social Share

અમદાવાદઃ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને પગલે રાજ્ય ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું છે. દરમિયાન ભરૂચ જિલ્લાના હાંસોટમાં પણ આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પ્રભુ શ્રી રામના નામનું જાપ કર્યું હતું. દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.

હાંસોટમાં સવારે શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવી હતી. શ્રી તિલેસ્વર મહાદેવ મંદિરથી નીકળેલી પ્રભાત ફેરી રાજા લાલ ચકલા, સોની ફળિયા, ચાવડી ચોક, રતનલાલ ચકલા, શ્રી રતનેશ્વર મહાદેવ મંદિર, વાશકુવા સર્કલથી ફરીને પરત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર (કાકા બા) પરત ફરી હતી. પ્રભાત ફેરીને પગલે સમગ્ર સવારથી જ રામમય બની ગયું હતું. પ્રભાત ફેરી મંદિર પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું.

હાંસોટમાં રામભક્તો દ્વારા દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પ્રભાત ફેરી અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત રામધૂન, પ્રભુ શ્રી રામજીની શોત્રાયાત્રા, મહા પ્રસાદી, શ્રી તિલેશ્વર મહાદેવ મંદિરમાં 108 દીવા પ્રગડાવવા અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.