Site icon Revoi.in

ભાવનગર બાન્દ્રા ક્રિસમસ સ્પેશ્યલ ટ્રેન તા.22મીથી 29 ડિસેમ્બર દરમિયાન દોડાવાશે

Social Share

ભાવનગરઃ બ્રાંન્દ્રા-ભાવનગર વચ્ચે ટ્રેનમાં પ્રવાસીઓનો સારોએવો ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન ક્રિસમસના તહેવારોમાં ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવેએ બ્રાન્દ્ર-ભાવનગર વચ્ચે તા. 22મીથી 29 ડિસેમ્બર દરમિયાન ક્રિસમસ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “ક્રિસમસ સ્પેશિયલ ટ્રેન”ની 4 ટ્રીપ દોડાવાશે. આ ટ્રેનોમાં લિનન અને OBHS સેવા આપવામાં આવશે નહીં. આ ટ્રેનનું બુકિંગ આવતી કાલ તા. 19મીને સોમવારથી  શરૂ કરાશે. પ્રવાસીઓને વધુ માહિતી માટે  રેલવે ઈન્કવાયરીની વેબસાઈટની મુલાકાત લેવા જણાવાયું છે.

પશ્વિંમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ “ક્રિસમસ સ્પેશિયલ” 22મી ડિસેમ્બર અને 29મી ડિસેમ્બર, 2022 દરમિયાન દોડાવાશે. ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ “ક્રિસમસ સ્પેશિયલ” 23મી ડિસેમ્બર અને 30મી ડિસેમ્બર, 2022 (શુક્રવારે)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 19.12.2022 (સોમવાર)થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.