ભાવનગર- ધોલેરા વચ્ચે હાઈવેનું કામ પુરૂ થયુ નથી અને ટોલટેક્સ લેવાનું શરૂ કરી દેવાતા વિરોધ
ભાવનગરઃ અમદાવાદથી ભાવનગર સુધી વાહનચાલકો પીપળી-ધોલેરા થઈને ટુકો માર્ગ પસંદ કરતા હોય છે. હાલ ધોલેરા-ભાવનગર વચ્ચે 6 માર્ગીય કોસ્ટલ પાઈવે નુ કામ ચાલી રહ્યું છે. આ કાર પુરૂ થયું નથી ત્યાં જ ભડભીડ ગામ પાસે ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા વાહનચાલકોમાં વિરોધ ઊભો થયો છે. ભાવનગરથી અધેળાઇના 33.3 કિ.મી. માટે કાર માટે ફાસ્ટટેગ હોય તો એક તરફના 40 રૂપિયા અને ફાસ્ટટેગ ન હોય તો 80 રૂપિયા ચાર્જ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રોડના કામ ઠેરઠેર બાકી હોવા અંગે મુસાફરો સતત વાક્યુધ્ધ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના રસ્તાને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટ પૈકી ભાવનગર-અધેળાઇ વચ્ચેનું 33 કિ.મી.નું પ્રથમ ચરણનું કામ અધૂરૂ હોવા છતા ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ થતા યાત્રિકોમાં રોષ વ્યાપી રહ્યો છે. ભાવનગરથી અધેળાઇ વચ્ચેના 33.3 કિ.મી.નો રસ્તો સીમેન્ટ કોંક્રિટનો ચાર માર્ગીય બનાવવામાં આવી રહ્યો છે. આ 33.3 કિ.મી.માં 6 મોટા પૂલ, 1 ફ્લાઇ ઓવર પણ આવેલા છે. 820 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ચાર માર્ગીય રોડમાં અનેક જગ્યાએ પૂલની કનેક્ટીવિટી હજુ બાકી છે, ફ્લાય ઓવરનું કામ મોટાભાગનું બાકી હોવા છતા રસ્તામાં આવતા ભડભીડ ગામ નજીક બનાવવામાં આવેલા ટોલ પ્લાઝા ખાતે ગુરૂવારથી ટોલ ટેક્સ ઉઘરાવવાનો ઓચિંતા શરૂ કરવામાં આવતા મુસાફરો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે સતત ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ભાવનગરથી અધેળાઇના 33.3 કિ.મી. માટે કાર માટે ફાસ્ટટેગ હોય તો એક તરફના 40 રૂપિયા અને ફાસ્ટટેગ ન હોય તો 80 રૂપિયા ચાર્જ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રોડના કામ ઠેરઠેર બાકી હોવા અંગે મુસાફરો સતત વાક્યુધ્ધ કરી રહ્યા છે. (file photo)