ભાવનગર: આગામી અષાઢી બીજના રોજ શહેરમાં થોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની 37 મી રથયાત્રાને લઈને પોલીસ બીએમસી તથા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી બીએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બીએમસી ના દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર શહેરની મુખ્ય બજારોમાં દબાણ હટાવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આગામી 1 જુલાઈને અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 37 મી રથયાત્રા અભૂતપૂર્વ માહોલ વચ્ચે યોજાનાર છે જેને લઈ ને જગન્નાથજી રથયાત્રા કમિટી પોલીસ તંત્ર વહિવટીતંત્ર સાથે બીએમસી દ્વારા રાતદિવસ કામગીરી ચાલી રહી છે શહેરના 18 કિલોમીટર ના રૂટપર રથયાત્રા ફરશે આ રૂટપર રથયાત્રા ને કોઈ અડચણો નો સામનો ન કરવો પડે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે તમામ સરકારી વિભાગો કટીબધ્ધ હોય આથી ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી દરરોજ સવારે રથયાત્રાના સમગ્ર રૂટપર રાઉન્ડ યોજી ટ્રાફિકને અડચણ રૂપ દબાણો કબ્જે કરવા સાથે પડદા – બાંકડા એંગલ દૂર કરવા સાથે દબાણ કર્તા આસામીઓ – વેપારીઓ ને કડક શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી રહી છે.
એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સમગ્ર રૂટ પર ફરી દબાણ કરતાં આસામીઓનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા બીજા રાઉન્ડ દરમ્યાન પડદાઓ સહિતનો સામાન ઉતરાવી લેવાયો હતો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી ને પગલે વેપારીઓમા રોષ ફેલાયો છે.