ભાવનગર: પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે
- મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું થશે લોકાર્પણ
- રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત સ્કૂલ અને હોસ્ટેલ
- હોસ્ટેલમાં વિવિધ સુવિધાઓનું નિર્માણ
રાજકોટ: દિકરીને વધારે સક્ષમ, શિક્ષિત અને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ભાવનગરમાં પણ દિકરી અને બહેનો વધારે શિક્ષિત બને તે માટે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદીના હસ્તે ભાવનગરમાં આગામી તા.29ના રોજ લોકાર્પણ કરવામાં આવશે. જાણકારી અનુસાર આ નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલ રૂ. ૧૦ કરોડના ખર્ચે બની છે.
જો વાત કરવામાં આવે સ્કૂલ અને હોસ્ટેલની તો મોડેલ શાળામાં કુલ 15 જેટલાં અદ્યતન વર્ગખંડ, પ્રિન્સિપાલ ઓફીસ, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર લેબ, રિસોર્સ રૂમ અને અદ્યતન સાયન્સ લેબ સહિતની તમામ માળખાગત સુવિધાઓ બનાવવામાં આવી છે. ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રૂ.10 કરોડનાં ખર્ચે વિશાળ કેમ્પસમાં મોડેલ સ્કૂલ અને 200 જેટલી કન્યાઓ એકસાથે રહી શકે તેવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં કન્યાઓને નિશૂલ્ક રહેવા – જમવાની સુવિધા સાથે 50 રહેવાં માટેનો રૂમ , રિડિંગ રૂમ, વોર્ડન ક્વાર્ટર, ડાયનિંગ હોલ, કિચન, ચોકીદારની કેબિન તથા શૌચાલય અને પીવાના પાણી સહિતની વિવિધ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.