- ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું
- રેશનકાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે
- રાશનની દુકનોમાં થતી ગેરરીતિ જેવી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ્ બનશે
ગાંધીનગરઃ ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી નીમુબેન બાંભણિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. હવે રેશનકાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે અન્નપૂર્તિ અનાજ એટીએમમાં એક હજાર કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે, અને 40 થી 45 સેકન્ડમાં 25 કિલો આ મશીન અનાજનું વિતરણ કરી શકે છે. આ અત્યાધુનિક તકનીક અનાજના જથ્તાની અછત અને રાશનની દુકનોમાં થતી ગેરરીતિ જેવી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ્ બનશે.