Site icon Revoi.in

ભાવનગર યુનિવર્સિટીની સ્નાતક-અનુસ્નાતકની પરીક્ષાનો કાલે સોમવારથી પ્રારંભ

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતી કાલે 21 માર્ચને સોમવારથી શરૂ થનારી સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4 તથા 6 અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4, બીએડ (એચઆઇ) સેમેસ્ટર-4, ડિપ્લોમા ઇન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સેમેસ્ટર-4ની પરીક્ષા સ્થાનિકના 12 સેન્ટર પર અને બહારગામના 17 સેન્ટર પર લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે. જેમાં સવારે 8થી 10.30, સવારે 11.30થી 2 અને બપોરે 3થી 5.30 દરમિયાન સ્નાતક કક્ષાએ તેમજ બહારગામના સેન્ટરો પર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં સ્થાનિક કક્ષાએ 12 સેન્ટર તેમજ બહારગામના કુલ 17 સેન્ટર પર પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનું પેપર બે કલાક અને 30 મિનિટનું રહેશે. પેપરમાં ચાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને આ ચાર પ્રશ્નો કુલ 70 માર્કના હશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આવતી કાલે 21 માર્ચને સોમવારથી શરૂ થનારી સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4 તથા 6 અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-4, બીએડ (એચઆઇ) સેમેસ્ટર-4, ડિપ્લોમા ઇન મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સેમેસ્ટર-4ની પરીક્ષા સ્થાનિકના 12 સેન્ટર પર અને બહારગામના 17 સેન્ટર પર લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવાશે. આ પરીક્ષામાં સવારે પ્રથમ સેશનમાં એટલે કે સવારે 8થી 10.30 દરમિયાનના સેશનમાં કુલ 7411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે સવારે 11.30થી 2 સુધીના સેશનમાં 12,569 પરીક્ષાર્થીઓ તેમજ બપોરના 3થી 5.30 દરમિયાના તૃતિય સેશનમાં 5582 વિદ્યાર્થી મળીન. કુલ 3 સેશનમાં 25,562 પરીક્ષાર્થીઓ નોંધાયા છે તેમ કાર્યકારી કુલપતિ ડો.એમ.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતુ.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા 21 માર્ચથી યોજાનાર રોજની ત્રણ તબક્કાની પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પુરતી સુવિધા મળી રહે તે માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.