1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે
ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે

ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે

0
Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળાનો પ્રારંભે તાપમાન વધતું જાય છે. સાથો સાથ ભાવનગર શહેરના નગરજનોને ઉનાળામાં પીવાના પાણી ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે શહેરમાં આ વર્ષે ઉનાળા  દરમિયાન પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત સુધી એક પણ પાણીકાપ આપ્યા વગર નિયમિત રીતે ભાવનગરના શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા ખૂબ જ હળવી બની ગઈ છે. એકાંતરા પાણી અને અઠવાડીના અંતે પાણીકાપ ભૂતકાળ બની ગયો છે. પહેલા જેવી પાણીની સમસ્યા હવે રહી નથી પાણીના નેટવર્ક પણ ડેવલોપ થઈ ગયા છે. સાથોસાથ કુદરતની મહેરથી પાણીના સ્ત્રોતમાં પણ જથ્થો જળવાયેલો રહે છે. ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં 1,55,000 જોડાણ અને નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારો સિવાય ખાસ કોઇ ફરિયાદ રહેતી નથી, પરંતુ આ વર્ષે ઉનાળામાં પણ ખાસ પીવાના પાણીની ફરિયાદ રહેશે નહીં તેઓ તંત્રનો દાવો છે. ભાવનગર શહેરની જરૂરિયાત મુજબ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ, મહિપરીએજ અને બોરતળાવમાં હાલ જે જીવંત જથ્થો તો છે તે પ્રમાણે આગામી ૩૧મી જુલાઈ સુધી એક પણ પાણી કાપ આપ્યા વગર લોકોને નિયમિત પણે પાણી મળી રહેશે, ભાવનગરની 165 એમએલડીની જરૂરિયાત સામે 155 એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે મુજબ આગામી દિવસોમાં પણ પાણી વિતરણ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરના ઘર આંગણે આવેલા પાણીના સ્ત્રોત બોર તળાવમાં પણ હાલમાં 38.6 પાણીનું લેવલ છે. જેમાં 470 એમસીએફટી જીવંત પાણીનો જથ્થો પડયો છે. આ સિવાય શેત્રુંજી ડેમમાંથી ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન 55 એમએલડી પાણી મેળવે છે. હાલમાં શેત્રુંજી ડેમમાં 31 ફૂટનું લેવલ છે ડેમમાં 8000 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો પડયો છે. શેત્રુંજીમાંથી પાણીનો 90 એમએલડી પાણીનો જથ્થો, બોરતળાવમાંથી 24 એમએલડી પાણીનો જથ્થો અને મહીંપરીએજમાંથી 52 એમએલડી મળીને પાણીનો 155 એમએલડી પાણીનો જથ્થો લેવામાં આવે છે. પાણીની જરૂરિયાત 165 એમએલડી છે. હાલ ભાવનગર શહેરમાં કુલ 1,55,000 કુલ નળ કનેક્શન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code