તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં ટપ્પુનો રોલ કરનાર ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાથી નિધન
- ભવ્ય ગાંધીના પિતાનું નિધન
- કોરોના વાયરસથી હતા સંક્રમિત
- હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મુંબઈ : કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ જોખમી સાબિત થઇ છે. ઘણા સ્ટાર્સ તેમના નજીકના લોકોને ગુમાવી ચુક્યા છે. એક તરફ હિના ખાને તેના પિતાને ગુમાવી દીધા હતા.તો હાલમાં જ બિગ બોસ 14 ફેમ નિક્કી તંબોલીએ કોરોના વાયરસને કારણે તેના ભાઈને ગુમાવ્યો હતો. હાલમાં જ અભિનેતા-યુટ્યુબર રાહુલ વહોરાએ પણ યોગ્ય સારવારના અભાવે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા.
તારક મહેતાના જૂના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાથી નિધન થયું છે. કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રેક્ષકોને ચોંકાવી દે છે. ભવ્ય ગાંધીના પિતા ઘણા દિવસોથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. પરંતુ મંગળવારે ઓક્સિજનનું પ્રમાણ અચાનક ઘટ્યું હતું જેના કારણે તેનું મોત નિપજ્યું હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવતા ભવ્ય ગાંધીના પિતાએ મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કોરોના વાયરસને હરાવી શક્યા નહીં. વિનોદ ગાંધી વ્યવસાયે બાંધકામના ધંધામાં હતા. તપ્પુની ભૂમિકા નિભાવનાર ભવ્ય ગાંધી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તે તેમના પિતા સાથેની તસ્વીરો પણ શેર કરતો હતો. ફાધર્સ ડે નિમિત્તે તેણે પોતાના પિતા સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો અને પાપાની શુભેચ્છા પાઠવી હતી.