Site icon Revoi.in

ભીમ સેનાના અધ્યક્ષ સતપાલ તંવરને અનમોલ બિશ્નોઈના નામે ધમકી મળી

Social Share

ગુરુગ્રામઃ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ વિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ ગુરુગ્રામના સેક્ટર 37ના પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવા મામલે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ ભીમ સેનાના અધ્યક્ષ સતપાલ તંવરએ નોંધાવી છે. તવંરના જણાવ્યા અનુસાર 30મી ઓક્ટોબર સાંજે 6.25 કલાકથી રાતના 9.37 કલાક સુધીમાં ચાર વિદેશી નંબરથી વોટ્સએપ કોલ આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભીમ સેનાના અધ્યક્ષ સતપાલ તંવરએ વિદેશી નંબરથી ફોન હોવાથી રિસીવ કરવાનું ટાળ્યું હતું. રાતના 9.48 કલાકે ફરી એકવાર કોલ આવ્યો હતો. જે સતપાલ તવંરએ રિસીવ કર્યો હતો. ફોન કરનારએ જણાવ્યું હતું કે, ફિલ્મ અભિનેતા સલમાન ખાન તેમનો દુશ્મ છે પરંતુ તેને મારતા પહેલા સતપાલને મારીશું. ફોન કરનારે પોતે કેનેડાથી અનમોલ બિશ્નોઈની ઓળખ આપી હતી. જે બાદ પણ અનમોલ બિશ્નોઈએ ધમકી આપી હતી.

ફરિયાદ અનુસાર, એપ્રિલમાં પણ તેમની પાસે લોરેન્સ બિશ્નોઈન નામે ધમકી ભર્યો પત્ર આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ફોન કરનારનો અવાજ અનમોલ બિશ્નોઈ સાથે મેચ થતી નથી. સમગ્ર પ્રકરની તપાસ ક્રાઈમ બ્રાન્ચ અને સાઈબર ક્રાઈમની ટીમ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં એનસીપીના નેતા બાબા સીદ્દીકીની લોરેન્સ ગેંગના સભ્યોએ ગોળીમારીને હત્યા કરી હતી. સલમાન ખાન સાથેના સંબંધને લઈને બાબા સીદ્દીકીની હત્યા કરવાનું લોરેન્સ ગેંગે જણાવ્યું હતું. બાબા સીદ્દીકીની હત્યા બાદ સમગ્ર દેશમાં લોરેન્સ બિશ્નોઈ, બિશ્નોઈ ગેંગ અને અનમોલ બિશ્નોઈ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.