Site icon Revoi.in

‘ભૂલ ભૂલૈયા 3’નું ટાઈટલ સોંગ રિલીઝ: ફિલ્મમાં 2 ક્લાઇમેક્સ

Social Share

‘ભૂલ ભૂલૈયા 3’નું ટાઈટલ સોંગ રિલીઝ થઈ ગયું છે. આ વખતે ગીતમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળી છે. આ ગીત દિલજીત દોઝાંસ અને નીરજ શ્રીધરે ગાયું છે. જ્યારે ઇન્ટરનેશનલ સ્ટાર પિટબુલનું રેપ પણ ગીતમાં જોવા મળી રહ્યું છે. કાર્તિક આર્યન ગીતમાં ત્રણેયના અવાજ પર જબરદસ્ત ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. પિટબુલે ગુરુ રંધાવાના ગીત ‘Slowly Slowly’ માં પણ રેપ કર્યું છે.

આ સિવાય મેકર્સે ટાઈટલ ટ્રેકમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘હે હરિ રામ, કૃષ્ણ જગન્નાથમ’ ગીતનો પણ ઉપયોગ કર્યો છે.
કાર્તિક આર્યન આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’નું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. મીડિયા સાથે વાત કરતા સમયે તેને ફિલ્મના બે ક્લાઈમેક્સ વિશે જણાવ્યું હતું. તેને કહ્યું, આ વાત માત્ર ચાર લોકોને જ ખબર છે અને લોકો આ જોઈને સરપ્રાઈઝ થઈ જશે. હવે એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેનાથી ફિલ્મનો ક્લાઈમેક્સ લીક થયો હોવાની ચર્ચા થઈ રહી છે.

કાર્તિક આર્યન પિંકવિલા સાથે બે ક્લાઈમેક્સ પર વાત કરી હતી. તેને કહ્યું, મને લાગે છે કે રિયલ ક્લાઈમેક્સ વિશે એક કે બે લોકો વધુ જાણતા હશે. પણ હા, બે ક્લાઈમેક્સ શૂટ થયા છે. જ્યારે સ્ક્રિપ્ટ અમારી પાસે આવી ત્યારે માત્ર 5 લોકોને 15 પેજ આપવામાં આવ્યા હતા. કાર્તિકે છેલ્લે એટલું કહ્યું કે, હું બસ એટલું કહેવા માગુ છું કે આ પહેલી વાર છે કે મારે આટલી બધી વસ્તુઓ છુપાવવી પડી છે. આ એક અલગ ફિલ્મ છે. ભૂલ ભૂલૈયા 3માં તમારા માટે ઘણી બધી સરપ્રાઈઝ હશે.