Site icon Revoi.in

હવે ભુવનેશ્વરનું ‘કપિલેશ્વર મંદિર’ ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં પામશે સ્થાન

Social Share

દિલ્હીઃ ભારત દેશ વિવિધ સંસ્કૃતિઓથી ભરેલો દેશછે અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે આ મંદિરોની સુક્ષા દેશના લોકોની પ્રથામિકતા પણ છે કેટલાક મંદિરો  ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં સ્થાન પામેલા છે ત્યારે હવે  વધુ યેક મંદિર આ યાદીમાં સમાવેશ થયું છે.

ભુવનેશ્વરના પ્રસિદ્ધ કપિલેશ્વર મંદિરને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASIના સંરક્ષિત સ્મારકની યાદીમાં હવે ઉમેરવામાં આવશે. ASI અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી.જાણકારી પ્રમાણે  કે ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં કપિલેશ્વર મંદિરને ઉમેરવા માટે ગેઝેટ નોટિફિકેશન 5 મેના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

મંદિરના સ્ટ્રક્ચરની સારી જાળવણી અને સંરક્ષણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરના પૂજારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ પણ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સદાંગીએ એક ટ્વિટમાં કપિલેશ્વર મંદિરને ASIના સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવા બદલ મંત્રી કિશન રેડ્ડીનો આભાર માન્યો છે.

આ સહીત તેમણે વધુમાં કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડીને ખંડાગિરી અને ઉદયગિરી ગુફાઓને ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ’ તરીકે જાહેર કરવા પણ વિનંતી કરી હતી. કપિલેશ્વર મંદિરના મુખ્ય પૂજારી શિવરામ માલ્યાએ સાંસદ અપરાજિતા સદાંગી અને કેન્દ્રીય મંત્રીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્ય સરકારની બેદરકારીને કારણે કપિલેશ્વર મંદિરને ઘણી જગ્યાએ નુકસાન થયું છે.