સામાન્ય રીતે દરેક વ્યકિત તંદુરસ્ત રહેવાની ઈચ્છા ઘરાવે છે,પરંતુ તેના માટે આપણે અનેક પ્રકારની મહેનત તો કરવી જ પડે છે, રોજ બરોજની રુટીન લાઈફમાં આપણે યોગ,પ્રાણાયામ ,કસરક વગેરે વાતોનું ખાસ ધ્યાન રાખીને તેનું પાલન કરવામાં આવે તો ચોક્કસ પણે પણે નિરોગી બની શકી શું.આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે કે, યોગા યૂરિક સિડની સમસ્યાને ઓછી કરવામાં મદદરુપ બને છે ,સાથે યોગા દ્વારા કેટલાક શારીરીક ફાયદાઓ પણ થતા હોય છે
યૂરિક એસિડ શું છે
યૂરિક એસિડ એ એક કેમિકલ છે,જે શરીરમાં પ્યૂરીનના છેલ્લા ઓક્સિકરણ દ્રારા ઉત્પન્ન થાય છે,જે લોહીમાં આવ્યા બાદ યૂરીનના માધ્યમથી કીડનીની મારફતે ઉત્સર્જીત થાય છે,જો કે શરિરમાં યૂરીક એસિડનું બનવું સામાન્ય વાત છે કારણ કે તે ફૂડ મેટાબૉલિઝ્મ માટે એક જરુરી પ્રદાર્થ છે,પરંતુ વધુ પડતુ યૂરિક એસિડ હાનિકારક છે,જે અનેક બિમારીઓને નોતરે છે.
યૂરીક એસિડ એક એંટીઑક્સિડેન્ટના રુપમાં કાર્ય કરવા માટે જણીતું છે અને તે આપણા શરીરમાં રહેલી રક્ત વાહીકાઓના સ્તરને નુકશાનથી બચાવવામાં મદદરુપ થાય છે.પરંતુ લોહીમાં યૂરીક એસિડનું વધારે પડતું પ્રામણ નુકશાનકારક સાબિત થાય છે.યૂરીક સિડનું પ્રમાણ ડાઈટ, વૉક, સ્વીમિંગ અને વ્યાયામની મદદથી ઓછુ કરી શકાય છે.
યોગ 3 પ્રકારે યૂરીક એસિડના પ્રમાણને ઘટાડવામાં મદદરુપ થઈ શકે છે
1.વજન નિયંત્રણ કરે છે-યોગ દ્રારા સરળતાથી વજન ઓછુ કરી શકાય છે,જો તેમે ખુબજ ઝડપથી વજન ઓછું કરો છો તો પ્યૂરીન્સ તમારા સાંધાને સર કરે છે જેના કારણથી યોગા તમારા માટે ફાયદાકારક સાબિત થશે,જેના દ્વારા આપણે આપણું વજન પણ કેટ્રોલ કરી શકીયે છે.
2.યોગ કરવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે,સાથે સાથે શરીરની સાનુકૂળતા પમ વધારે છે,યોગ લોહીના પરિભ્રમણને સુધારે છે જેનાથી પ્યૂરીન્સ સાંઘામાં એકઠુ નથી થતું જેના કારણે દુખાવો પણ થતો નથી.
3.યોગ તમારા શરિરને યૂરીક એસિડના કારણે થનારી અનેક સમાસ્યાઓથી બચાવે છે,કેટલાક યોગ આસન છે કે જે તમને તંદુરસ્ત તો રાખે જ છે પરંતુ રોજીંદા યોગ કરવાથી યૂરીક એસિડનું પ્રમાણ તો ઘટાડે જ છે તેની સાથે સાથે ક્રિસ્ટલને સાધામાં ભેગુ થતા પણ ટકાવે છે જેને લઈને દુખાવો રાકવામાં મદદ કરે છે.અને તે માટે ખાસ સન છે ભૂજંગાસન.
ભુજંગાસન કરવાની સાચી રીત
ભૂજંગાસન કરવા માટે એક મૈટ પર પેટ જમીનને અડે તે રીતે સુઈ જાવો,ત્યાર બાદ બન્ને હાથોને આગળ તરફ લઈ જતા માંથાને ઘીમે ઘીમે પાછળની તરફ લઈ જાઓ,હેવ હાથ પર હલકું વજન આપતા શરીરને થોડી વાર ઉપરની તરફ ખેંચો, સ્થિતિમાં લગભગ 1 મિનિટ સુઘી જ રહો.