અમદાવાદઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું મોડી રાતે નિધન થયું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી.
મુંબઈમાં ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર પહેલા પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ ખાતે ભારતના વરિષ્ઠ ઉદ્યોગપતિ, ટાટા ગ્રુપના મોભી પદ્મવિભૂષણ સ્વ. રતન ટાટા ના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમના નિધનથી ભારતે સાચા અર્થમાં એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે. ભારતને ઔધોગિક ક્ષેત્રે વિશ્વભરમાં ગૌરવ અપાવનાર સ્વ. રતન ટાટાના અવસાનથી માત્ર ઉદ્યોગજગત જ નહિ, પરંતુ સમગ્ર દેશને અપૂરણીય ખોટ પડી છે. બીજી તરફ ગુજરાત સરકારે વરિષ્ઠ અગ્રણી સ્વર્ગસ્થ શ્રી રતન ટાટાના અવસાન અંગે આજે 10 ઑક્ટોબર 2024ના એક દિવસનો શોક જાહેર કર્યો છે