Site icon Revoi.in

ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપૂરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યાર સુધીમાં રાજ્યમાં 19 જેટલા બાળકોના મોત થયાં છે. ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ તેને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ પીડિતોની સારવાર લઈને વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી પૂરા વાયરસ ની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓ ની સમીક્ષા  કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં  આયોજિત આ બેઠકમાં મુખ્ય મંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો  મેળવી હતી. મુખ્યમંત્રીએ જિલ્લાઓ માં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવ ના કિસ્સામાં તુર્તજ  સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં  માર્ગદર્શન આપ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.