Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં ભુપેન્દ્ર સિંહ ચૌધરી બન્યા ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ 

Social Share

લખનૌઃ- ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2024ની ચૂંટણી પહેલા જ નવો ફેરફાર કરી રહી છે.ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે આ સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે કારણ કે ગત દિવસો બાદ યુપીમાં ભારતીય જનતા પાર્ટીનવા પ્રદેશ અધ્યક્ષની શોધમાં હતી.જે પ્રમાણે  હવે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને ઉત્તરપ્રદેશના નવા અધ્યક્ષ બનાવ્યા છે.જે યોગી સરકારમાં કેબિનેટ મંત્રી છે. જે પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે.

ભૂપેન્દ્ર સિંહ ચૌધરીનું નામ યુપીના પ્રમુખપદની રેસમાં ચાલી રહ્યું હતું.ભાજપના ટોચના અધિકારીઓએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સીએમ યોગી આદિત્યનાથ અને ચૌધરીને દિલ્હી બોલાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિતેલા દિવસને બુધવારે જ તેમણે પોતે પણ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ખાસ મુલાકાત કરી હતી.પાર્ટીએ રાજ્યમાં આ નામની મહોર લગાવીને સૌ કોઈને ચૌંકાવી દીધા છે, યુપી સરકારમાં મંત્રી સ્વતંત્ર દેવ સિંહે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતુંભૂપેન્દ્ર સિંહ ચૌધરી સ્વતંત્ર દેવ સિંહની જગ્યા  લેશે, જેમને યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

જાણો કોણ છે ભૂપેન્દ્રસિંહ

ભૂપેન્દ્ર ચૌધરી ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી છે. પક્ષની સાથે સંગઠનમાં પણ તેમની સારી પકડ  જોઈ શકાય છે. તેઓ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે. પાર્ટીને એવો પ્રદેશ પ્રમુખ જોઈતો હતો જે સરકાર અને સંગઠન બંનેને સાથે લઈ શકે. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપે રાજ્યમાં જાટ નેતાને પાર્ટીની કમાન સોંપી છે.