દિલ્હી – સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ ને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત જાણકારી અનુસાર સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે .
જાણકારી મુજબ તેમણે 96 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા હતા . કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જસ્ટિસ ફાતિમા બીવીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ અને તમિલનાડુના ગવર્નર તરીકે પોતાની છાપ છોડી છે. “તે એક બહાદુર મહિલા હતી અને તેના નામે ઘણા રેકોર્ડ છે,”
કોણ હતા ફતેમાં બીબી
ફતેમાં બીબીનો જન્મ 30 એપ્રિલ 1927ના રોજ કેરળના ત્રાવણકોર કિંગડમના પઠાનમિટ્ટા ગામમાં થયો હતો તેણી 6 ઓક્ટોબર 1989 થી 29 એપ્રિલ 1992 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવી હતી .
જસ્ટિસ એમ ફાતિમા બીબી દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં પ્રથમ મુસ્લિમ મહિલા હતી અને એશિયાઈ દેશમાં સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા પણ હતી. ફાતિમાના પિતા મીરા સાહેબે તેને કાયદાનો અભ્યાસ કરવા સરકારી લો કોલેજ, તિરુવનંતપુરમમાં મોકલી. તેણે 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગોલ્ડ મેડલ સાથે ટોપ કર્યું હતું. બાર કાઉન્સિલ ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ મહિલા ફાતિમા બીબી હતી.