દિલ્હી :ચીન તાઈવાન વિરુદ્ધ સતત પગલાં લઈ રહ્યું છે. ચીનની આ હિંમતને જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી એકવાર ચીનને ચેતવણી આપી છે કે,જો તાઈવાન પર કોઈ હુમલો થશે તો અમેરિકા તેની સુરક્ષા કરશે.જો બાઈડેને રવિવારે પ્રસારિત થયેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી.આ દરમિયાન તેમણે આ સવાલનો જવાબ ન આપ્યો કે શું તાઈવાન સ્વતંત્ર છે કે તેને હોવું જોઈએ, પરંતુ તેમણે આ દરમિયાન જવાબ આપ્યો કે અમેરિકા તાઈવાનની સુરક્ષા કરશે.
બાઈડેને ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે હા,ત્યાં એક અચાનક હુમલો થયો હતો.તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા તરફથી તેની વન ચાઈના પોલીસી ક્યારેય બદલાઈ નથી.”અમે લાંબા સમય પહેલા જે હસ્તાક્ષર કર્યા હતા તેની સાથે અમે સંમત છીએ.વન ચાઈના પોલીસી છે અને તાઈવાન પોતાની સ્વતંત્રતા અંગે નિર્ણય લઈ શકે છે.અમે ક્યાંય નથી જઈ રહ્યા.અમે તેમને સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહિત કરતા નથી.તે તેમનો પોતાનો નિર્ણય છે.
એક અમેરિકન અધિકારીએ પણ રવિવારે કહ્યું કે,રાષ્ટ્રપતિ જો બાઈડેન ભૂતકાળમાં સતત આવા નિવેદનો આપતા રહ્યા છે અને તેમણે એમ પણ કહ્યું છે કે,અમેરિકાની નીતિ ક્યારેય બદલાઈ નથી.આ મહિને અમેરિકાએ ફરીથી તાઈવાનને શસ્ત્રોનો નવો પુરવઠો વેચવાની જાહેરાત કરી છે. તેમની કુલ કિંમત 1 અરબ ડોલર છે.નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીનું કહેવું છે કે,અમેરિકા તાઈવાનની રક્ષા અને આગળ વધવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો સતત પુનરાવર્તન કરી રહ્યું છે.