Site icon Revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ભારતીય મૂળના વેદાંત પટેલને વ્હાઇટ હાઉસના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે પસંદ કર્યા

Social Share

દિલ્લી: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે ભારતીય મૂળના અમેરિકન વેદાંત પટેલને વ્હાઇટ હાઉસના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે પસંદ કર્યા છે. તેમણે વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના એડીશનલ મેમ્બર્સની ઘોષણા દરમિયાન વેદાંત પટેલની નિમણુંકની ઘોષણા કરી હતી.

વેદાંત પટેલ હાલમાં બાઇડના ઇનોગ્રલના વરિષ્ઠ પ્રવક્તા છે. તે બાઇડનની કેમ્પેઈનના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે રિજનલ કમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેમણે બાઇડનના ચૂંટણી પ્રચાર દરમિયાન નેવાદા અને પશ્ચિમના રાજ્યોના કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી.

આ પહેલા તેમણે કમ્યુનિકેશન ડાયરેકટર તરીકે ડેમોક્રેટિક નેશનલ કમિટીના વેસ્ટર્ન રિજનલ પ્રેસ સેક્રેટરી ભારતીય મૂળના અમેરિકી કોંગ્રેસની મહિલા પ્રમિલા જયપાલ અને કોંગ્રેસી માઇક હોન્ડા સાથે કામ કર્યું છે.

ભારતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં ઉછરેલા વેદાંત પટેલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી ગ્રેજ્યુએશન કર્યું છે. વેદાંત પટેલ બાઇડનની 16 સદસ્યી વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફમાં સામેલ થશે.

-દેવાંશી