Site icon Revoi.in

ભારતીય મૂળના વિવેક મૂર્તિને જો બાઈડન દ્વારા સોંપાઈ મોટી જવાબદારી

Social Share

દિલ્લી: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની ટીમમાં ભારતીય મૂળના લોકો પર વિશ્વાસ વ્યકત કરી રહ્યા છે. કેબિનેટમાં ભારતીય મૂળના લોકોને મોટી જવાબદારી આપ્યા બાદ કોરોના વિરુદ્ધ અમેરિકાની લડતમાં ઓબામાની ટીમના બે ભૂતપૂર્વ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.

બાઈડનના સલાહકાર વિવેક મૂર્તિને ‘સર્જન જનરલ’ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વ્હાઇટ હાઉસના કોરોના કોઓર્ડીનેટરના રૂપમાં જેફ જિટર્સને પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના વિવેક મૂર્તિ અગાઉ કોરોના સલાહકાર બોર્ડના ત્રણ અધ્યક્ષોમાંના એક હતા. તે પહેલા પણ ‘સર્જન જનરલ’ રહી ચુક્યા છે. 2014 થી 2017 ની વચ્ચે તેમણે અમેરિકાના 19માં ‘સર્જન જનરલ’ના રૂપમાં કામ કર્યું હતું.

કોવિડ -19 સલાહકાર મંડળના સહ-અધ્યક્ષ,માર્સેલા નુંઝ-સ્મિથ પણ કોરોના સામેની જંગમાં સામેલ થયા છે. ગુરુવારે એંથી ફૌસીએ નવા પ્રશાસન સાથે પ્રથમ બેઠક યોજી હતી. એંથી ફૌસી યુએસ સરકારમાં સંક્રમણ રોગ વિશેષજ્ઞ અને વ્હાઇટ હાઉસ કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય છે. તેમણે કહ્યું હતું કે, બાઈડનની ટીમ સાથે પ્રાથમિકતા નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. કોરોનાની બીજી લહેરે અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોને પોતાની ચપેટમાં લઇ લીધા છે. અમેરિકામાં સતત 30 દિવસથી એક લાખ અને બે દિવસથી બે લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 2.17 લાખ નવા કેસ નોંધાયા અને 2,914 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી અમેરિકામાં કુલ 1 કરોડ 45 લાખ કેસ નોંધાયા છે. તો સાથે જ 2 લાખ 82 હજાર લોકો સંક્રમણથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

_Devanshi