જો બાઈડને એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે ફરીથી નોમિનેટ કર્યા
દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી એકવાર એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે.વ્હાઇટ હાઉસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,આ વખતે યુએસ સેનેટ દ્વારા તેમના નામની પુષ્ટિ કરવામાં આવશે.”કેલિફોર્નિયાના એરિક એમ.ગાર્સેટી ભારતમાં યુએસ એમ્બેસેડર બનવા માટે લાયક છે,” વ્હાઇટ હાઉસે સેનેટમાં તેમનું નામ મોકલ્યા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે,વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જ્યાં-પિયરે તેમના દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,”જેમ કે વિદેશ મંત્રી એન્ટની બ્લિંકે તાજેતરમાં જ કહ્યું હતું કે, ભારત સાથે અમારો સંબંધ મહત્વપૂર્ણ છે…”લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર ગાર્સેટીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની નજીકના માનવામાં આવે છે.
તેમણે કહ્યું કે મેયર ગાર્સેટીના નામને અગાઉ મંજૂરી આપવામાં આવી ન હતી,પરંતુ તેમને બંને પક્ષોનો ટેકો છે.જ્યાં-પિયરે કહ્યું, “તે આ મહત્વપૂર્ણ પદ પર સેવા આપવા માટે સંપૂર્ણ રીતે લાયક છે.” મેયર ગાર્સેટી અને અમે આશા રાખીએ છીએ કે,સેનેટ તરત જ તેમના નામની પુષ્ટિ કરશે.અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ 2021માં ગાર્સેટીને ભારતમાં આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા હતા.આંતરિક તપાસ દરમિયાન ગાર્સેટીના નામની પુષ્ટિ અટકાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ લગભગ બે વર્ષથી ખાલી છે.ત્યારે હવે બાઈડેને એરિક ગાર્સેટીને ભારતના આગામી રાજદૂત તરીકે ફરીથી નોમિનેટ કર્યા છે.