- રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેનનો પ્રથમ પ્રવાસ
- પહેલીવાર જૂનમાં કરશે વિદેશ યાત્રા
- બ્રિટન અને EU ની લેશે મુલાકાત
દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન જૂન મહિનામાં પ્રથમ વિદેશ પ્રવાસ કરશે.અને આ સમય દરમિયાન તેઓ યુએસના પ્રમુખ સહયોગિયો સાથે વાતચીત કરશે. વ્હાઇટ હાઉસ શુક્રવારે તેમની મુલાકાતની જાહેરાત કરે તેવી સંભાવના છે. બાઇડેન 11 થી 13 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના કોર્નવાલમાં આયોજિત સમૂહ સાત શિખર સમ્મેલનની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ તે બ્રસેલ્સ જશે,જ્યાં તેઓ યુરોપિયન સંઘના નેતૃત્વ સાથે બેઠક કરશે.
આ ઉપરાંત બાઇડેન 14 જૂને ઉતરી એટલાન્ટિક સંધિ સંગઠનના નેતાઓની સમિટમાં ભાગ લેશે. અમેરિકાના નજીકના સાથીઓ સાથેની બેઠકો વચ્ચે બાઇડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને આગામી મહિનાઓમાં ત્રીજા દેશમાં યોજાનારી સમિટમાં આમંત્રણ આપ્યું. જો કે, આ માટે હજી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. તાજેતરમાં, મોટાભાગના અમેરિકન રાષ્ટ્રપતિઓએ તેમની પ્રથમ વિદેશી સફરના ભાગ રૂપે ઉત્તર અમેરિકાના પડોશીઓને પસંદ કર્યા છે.
બાઇડેને ગયા અઠવાડિયે વ્હાઇટ હાઉસ ખાતે જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા સાથે પહેલી રૂબરૂ મુલાકાત પણ કરી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન આગામી સપ્તાહની મુલાકાતે આવી રહ્યા છે. બાઇડેનના બ્રિટેન અને ઇયુના પ્રવાસની ધોષણા બે દિવસીય વર્ચ્યુઅલ જળવાયું પરિવર્તન સમાપ્ત થયા પછી કરવામાં આવી છે. જેને બાઇડેને હોસ્ટ કર્યું હતું.આ સમ્મેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના 40 નેતાઓએ ભાગ લીધો હતો.