Site icon Revoi.in

બાઈડનનો વ્યવહાર સામાન્ય જનતા સાથે મૂર્ખ જેવો: એલન મસ્ક

Social Share

દિલ્હી: અમેરિકા અબજોપતિમાંથી એક અને વિશ્વમાં પણ અબજોપતિની યાદીમાં આવતા એલન મસ્ક દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિની જોરદાર ટીકા કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય વિશે વાત કરતી વખતે જો બાઇડન વિશ્વભરમાં ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી સૌથી મોટી અમેરિકન કંપની ટેસ્લાનું નામ લેવાનું ભૂલી ગયા હતા, જે પછી એલન મસ્કે આ ટિપ્પણી કરી હતી. બાઇડનની ટ્વીટર પોસ્ટમાં અન્ય ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓ સાથે ટેસ્લાનો ઉલ્લેખ ન કરવા બદલ એલન મસ્ક ગુસ્સે થયા હતા.

જો બાઇડને ટ્વીટર પોસ્ટમાં કહ્યું, ‘GM અને Ford જેવી કંપનીઓ હવે અમેરિકામાં પહેલા કરતાં વધુ ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે.’ એલન મસ્ક બાઇડનથી ગુસ્સે ભરાયા અમેરિકામાં ભાવિ ઇલેક્ટ્રિક વાહનો પર બાઇડનની ટ્વીટર પોસ્ટનો જવાબ આપતા, એલન મસ્કે તમામ કેપ્સમાં ” TESLA” નું નામ લખ્યું. અન્ય ટ્વીટમાં, તેણે કહ્યું, ‘બાઇડન માણસના સ્વરૂપમાં એક ભીની કઠપૂતળી જેવા છે.’ સાથે જ એલન મસ્કે એમ પણ કહ્યું હતું કે ‘બાઇડન અમેરિકાની જનતા સાથે મૂર્ખાઓ જેવો વ્યવહાર કરી રહ્યા છે.’

અમેરિકન રાષ્ટ્રપતિએ આ સપ્તાહની શરૂઆતમાં એલન મસ્કની હરીફ કાર કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડ મોટરના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, એ પછી એલન મસ્કની આ ટ્વીટ આવી હતી. જો બાઇડને જનરલ મોટર્સ અને ફોર્ડના CEOs ને અન્ય બિઝનેસ લીડર્સ સાથે તેમના વહીવટીતંત્રના બિલ્ડ બેક બેટર કાયદા અંગે ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા હતા.