Site icon Revoi.in

સિક્કિમમાં મોટો અકસ્માત,ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક,16 જવાનોના થયા મોત

Social Share

ગંગટોક:સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનોના મોત થયા હતા.સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે.ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર જેમા વિસ્તારમાં થયો હતો.

મળતી માહિતી મુજબ, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા.આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો.જેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખાડામાં ખાબક્યું હતું.

માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.કહેવાય છે કે 4 ઘાયલ જવાનોને બચાવી લેવામાં આવ્યા છે.જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા.

ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે,તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવશે.સેનાના એક અધિકારીએ જણાવ્યું કે,ઉત્તર સિક્કિમમાં અકસ્માતમાં સામેલ સેનાનું વાહન ચાટેનથી થંગુ તરફ જઈ રહેલા ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતું.ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.