દિલ્હી દારૂ ગોટાળામાં મોટી કાર્યવાહી: AAP નેતા દુર્ગેશ પાઠક ઈડી ઓફિસ પહોંચ્યા, કેજરીવાલના પીએની પૂછપરછ
નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં તપાસ કરી રહેલી ઈડીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને પહેલા સમન જાહેર કરવામાં આવ્યો અને હવે તેઓ ઈડી ઓફિસ પૂછપરછ માટે પહોંચી ચુક્યા છે. તેના સિવાય ઈડીએ કેજરીવાલના પીએ વિભવ કુમારની પૂછપરછ કરી છે.
અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું છે કે ઈડીએ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં પૂછપરછ કરી છે. વિભવ કુમારની તપાસ એજન્સી દ્વારા પહેલા પણ આ મામલામાં પૂછપરછ થઈ છે.
તેમણે કહ્યુ છે કે વિભવ કુમારનું નિવેદન પીએમએલએની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકને પણ મામલામાં પૂછપરછ માટે બોલાવાયા છે.