ભારત આવેલા બ્રિટનના રક્ષા મંત્રીની મોટી જાહેરાત, ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા મોટું પગલું ભર્યું
દિલ્હીઃ- બ્રિટનના રક્ષામંત્રી હાલ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે ખાલિસ્તાની કટ્ટરપંથને લઈને તેમણે મોટી જાહેરાત કરી છે જે પ્રમાણે હવે ખાલિસ્તાનીઓની ખેર નથી,ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કોલકાતામાં આયોજિત થનારી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી પરિષદમાં પણ હાજરી આપવાના છે. આ અંગે તુગેનહૌટે કહ્યું કે ‘ભ્રષ્ટાચાર આપણી સમૃદ્ધિ, આપણા સમાજ અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક છે. હું આ મુદ્દે ભારતમાં યોજાનારી જી-20 બેઠકમાં ભાગ લેવા આતુર છું.
પ્રાપ્ત વિગત પ્રમાણે યુકે સરકારે ખાલિસ્તાન તરફી કટ્ટરપંથીઓ સાથે કામ કરવા માટે નવા ફંડની જાહેરાત કરી છે. ભારત અને બ્રિટન પહેલેથી જ કટ્ટરવાદ સામે લડવા માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના તરફ કામ કરી રહ્યા છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનરે આ માહિતી આપી હતી.
બ્રિટિશ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ‘બંને દેશો વચ્ચે ગાઢ સંબંધ છે અને બંને દેશ સુરક્ષા પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. અમે ઉગ્રવાદ સામે અમારી ક્ષમતાઓને વધારવા માટે સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છીએ
આ સહીત વઘુમાં બ્રિટિશ હાઈ કમિશનરે કહ્યું કે ભારત અને યુકે વચ્ચે જોઈન્ટ રેડિકલાઈઝેશન ટાસ્ક ફોર્સની સ્થાપનાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે.ત્યારે હવે આ ભંડોળથી ખાલિસ્તાનીઓની ખેર નહી રહે.